(એજન્સી) મેરઠ,તા.૧
મેરઠમાં મુસ્લિમ મિત્ર હોવાના કારણે એક મેડિકલની વિદ્યાર્થિની સાથે નિર્દયતાપૂર્વક મારપીટ કરનાર પોલીસકર્મીઓ પર યુ.પી. પોલીસના વડા મહેરબાન લાગે છે. આ કેસના આરોપી ત્રણેય પોલીસ કર્મીઓને વીવીઆઈપી ઝોનમાં નવી પોસ્ટીંગ મળી છે. આ પોલીસ કર્મીઓએ યુવતીની મારપીટનો શર્મનાક વીડિયો પણ બતાવ્યો હતો. એસએસપીએ આ ત્રણેય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા હતા અને સાથે સાથે આ ત્રણેયને ફરજ મુકત કરવા પણ સરકારને અપીલ કરી હતી. પરંતુ સરકારે આ ત્રણેયની બદલી કરી નાખી. આરોપી મહિલા પોલીસ કર્મી પ્રિયંકાને વડાપ્રધાનના મતવિસ્તાર વારાણસી મોકલવામાં આવી જયારે નીતુ અને સલેકચંદ નામના પોલીસકર્મીઓને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગુરૂ જનપદમાં પોસ્ટીંગ મળી છે.