Ahmedabad

મેટ્રો રેલ પ્રોજેક્ટ : વિસ્થાપિતોને દુકાનો ફાળવાઈ હતી તે પુનઃ ખાલી કરાવાશે

અમદાવાદ, તા.૧૯
અમદાવાદ-ગાંધીનગર વચ્ચે અતિ મહત્વાકાંક્ષી એવા મેટ્રો રેલ પ્રોજેકટને ઝડપથી પુરો કરવા માટે થઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી એક વખત મેટ્રો પ્રોજેકટને મધ્યઝોનમાં જમીનની લહાણી કરવા માટે થઈને એક દરખાસ્ત ૨૪ ઓકટોબરના રોજ મળનારી સ્ટેન્ડીંગકમિટી સમક્ષ રજુ કરવામા આવી છે.આશ્ચર્યની વાત તો એ છે કે,જે પ્રોજેકટથી વિસ્થાપિતોને દુકાનોની ફાળવણી કરવામા આવી હતી એ દુકાનોને ફરી પાછી આજ પ્રોજેકટના સ્ટેશન બાંધવા માટે ખાલી કરાવવામા આવશે.આ અંગે મળતી માહિતી અનુસાર,આગામી ૨૪ ઓકટોબરના રોજ સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળવાની છે આ બેઠકમાં શહેરના મધ્યઝોનમાં દિલ્હી દરવાજા અને શાહપુર વિસ્તારમાંથી મેટ્રો ટ્રેનને પસાર કરવા માટે હાલ ચાલી રહેલી કામગીરી દરમિયાન ટી.પી. સ્કીમ.નંબર-૩ અને ફાઈનલ પ્લોટ નંબર ૧૧૬ ખાતે મેટ્રો પ્રોજેકટ પુરો કરવા અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટી તેમજ મ્યુનિસિપલ બોર્ડ દ્વારા ઠરાવ કરીને આ સ્થળે આવેલો મ્યુનિસિપલ ગાર્ડન અને મ્યુનિસિપલ લાયબ્રેરીનુ બિલ્ડીંગ પણ મેટ્રો પ્રોજેકટને આપી દેવામા આવ્યા છે.આ ઉપરાંત વધારાની જમીન મેટ્રો પ્રોજેકટને ફાળવવા આગામી સપ્તાહે મળનારી સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજુ કરવામા આવી છે. આ દરખાસ્તમાં જે અન્ય બાબત દર્શાવવામા આવી છે તેમા આઘાતજનક બાબત એ છે કે, આ જ સ્થળે મેટ્રો પ્રોજેકટને કારણે જે દુકાનદારોની દુકાન કપાતમા જતી હતી એ તમામને નજીકમા જ વૈક્િલ્પિક સગવડ આપવામા આવી હતી.હવે પરિસ્થિતિ બદલાવા પામી છે મેટ્રો પ્રોજેકટ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ સત્તાવાળાઓને કરવામા આવેલી રજુઆત બાદ હવે જે સ્થળે વિસ્થાપિતોને વિકલ્પના રૂપમા દુકાન ફાળવવામા આવી છે એ સ્થળે આવનારા સમયમા મેટ્રો પ્રોજેકટ માટે સ્ટેશન બનાવવુ પડે એમ હોઈ આ વિસ્થાપિતોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિસ્થાપિતોને જે સ્થળે દુકાનો ફાળવવામા આવી છે એને ખાલી કરાવવામા આવે.આમ મેટ્રો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવે ફરી એક વખત વિસ્થાપિતોને સહન કરવાની નોબત આવી પડી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.