(એજન્સી) હૈદરાબાદ, તા.૧
તેલંગાણા વડી અદાલતના મુખ્ય ન્યાયમુર્તિ રાધવેન્દ્રસિંહ ચૌહાણે તેલંગાણા હાઈકોર્ટ અને એમજીબીએસ મેટ્રો સ્ટેશન વચ્ચે શટલ સેવાને લીલીઝંડી બતાવી હતી. આ મેટ્રો સ્ટેશન હૈદરાબાદમાં હાઈકોર્ટ સંકુલમાં સ્થિત છે. આ શટલ સેવા સોમવારથી શનિવાર સુધી સવારે નવથી સાંજે છ વાગ્યા સુધી ચાલુ રહેશે. દર ૧પ મિનિટે આ સેવા ઉપલબ્ધ હશે. હાઈકોર્ટમાં આવતાં વકીલો અને અન્ય લોકોને પણ આ શટલ સેવા દ્વારા ખાનપાનની સગવડ પણ અપાશે. આ પ્રસંગે બોલતાં મુખ્ય ન્યાયમુર્તિએ જિલ્લા કોર્ટોમાં પણ આવી સેવા શરૂ કરવાની માંગ કરી હતી જે બંને મુખ્ય શહેરોને જોડતી હોય.