(એજન્સી) ગિરડીહ, તા.૯
ઝારખંડના ગિરડીહ ખાતે આવેલ એક રેસ્ટોરેન્ટમાં ભાજપના સ્થાનિક ધારાસભ્ય અને મેયર સહિત નેતાઓ શરાબની પાર્ટી કરતા નાયબ કલેક્ટરના હસ્તે ઝડપાઈ ગયા હતા. નાયબ કલેક્ટર વિજયા જાધવે રેસ્ટોરેન્ટમાં દરોડો પાડી ધારાસભ્ય નિર્ભય શાહાબાદી, મેયર સુનીલ પાસવાન, નાયબ મેયર પ્રકાશ શેઠ તેમજ સભ્યોને ઝડપી લીધા હતા. હોટલમાં ગેરકાયદેસર શરાબનું વિતરણ કરી ગ્રાહકોને પીરસાતી હતી. જે ટેબલ પર ભાજપના નેતાઓ મોંઘી શરાબની બોટલો મૂકી મસલતો કરી રહ્યા હતા તે જ સ્થળે રેડ કરી મહિલા ડે. કલેક્ટરે બોટલો જપ્ત કરી રેસ્ટોરેન્ટને સીલ કરી હતી. દરમિયાન મેયર સુનીલ પાસવાને આરોપ મૂક્યો કે એસડીએમએ જાતિવાચક શબ્દોનો પ્રયોગ કર્યો. દારૂની વાત સાબિત થાય તો તરત જ રાજીનામું આપી દઈશ. એસડીએમ તેમની હત્યા કરાવી શકે છે. દરમિયાન શુક્રવારે ભાજપના નેતાઓએ એસડીએમને તેમની કાર્યશૈલી સુધારવા જણાવ્યું હતું. મેયરે કહ્યું કે, અધિકારીઓ મનમાની કરી રહ્યા છે. શરાબનું સેવન થતું હતું તો મેડિકલ તપાસ કેમ ન કરાવી ? એસડીએમને અનુભવનો અભાવ છે. જન પ્રતિનિધિઓ સાથે કેવો વર્તાવ કરવો જોઈએ તે કદાચ તેમને ખબર નથી.
ગેરકાયદે દારૂ અંગે દરોડો : સ્થળ પર ભાજપના ધારાસભ્ય, મેયર ઝડપાયા

Recent Comments