(ઓજન્સી) તા.૨૧
અમેરિકામાં રાષ્ટ્ર પ્રમુખ પદના ડેમોક્રેટીક ઉમેદવારોની દોડમાં સામેલ ન્યૂયોર્કના પૂર્વ મેયર માઇકલ બ્લુમ્બર્ગે દાવો કર્યો છે કે આબોહવા પરિવર્તન (ક્લાઇમેટ ચેંજ) સામે લડવા અને ખાસ કરીને કાર્બન ઉત્સર્જનના મામલા સાથે કામ લેવાની બાબતમાં ચીનની તુલનાએ ભારતમાં મોટી સમસ્યા છે.
લાસવેગાસમાં બુધવારે ડેમોક્રેટીક ઉમેદવારોની પ્રાઇવેટ ડિબેટમાં પોતાના પ્રથમ ભાષણમાં બ્લુમબર્ગે જણાવ્યું છે કે પોલીસ પ્રશાસન દ્વારા ૨૦૧૫ના પેરિસ ક્લાઇમેટ સમજૂતીથી અમેરિકાએ એ વખતે હટી જવા માટે કરેલ નિર્ણય હાસ્યાસ્પદ હતો. સંપૂર્ણપણે નિખાલસતા સાથે કહું તો ચીને ઘટાડો કર્યો છે. ભારતમાં સમસ્યા મોટી છે અને સાથે સાથે આ સમસ્યા અસાધારણ છે. તેમાં કોઇ કશું કરી શકે તેમ નથી. બ્લુમબર્ગને તેમના બિઝનેસ અંગે પૂછવામાં આવ્યું હતું. તેમનું દુનિયાના સૌથી વધુ કાર્બન ઉત્સર્જક દેશ ચીનમાં ઘણું રોકાણ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ચીન પર કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને આબોહવા સંકટ સાથે કામ લેવા કઇ રીતે દબાણ લાવી શકશો ? ત્યારે તેમણે જણાવ્યું હતું કે તમે તેમને યુદ્ધ કરવાનું કહેતા નથી. તમારે તેમની સાથે વાતચીત કરવી પડશે અને અમે ટેરીફના મામલામાં આ જોઇ લીધું છે. તમારે ચીનના લોકોને મનાવવા પડશે કે આ તેમના હિતમાં છે અને આ મામલે આપણે સાથે મળીને કામ કરવું જોઇએ. ભારતે પેરિસ સમજૂતિ હેઠળ સંકલ્પ કર્યો છે કે તે ૨૦૩૦ સુધીમાં કાર્બન ઉત્સર્જનમાં ૩૦થી ૩૫ ટકાનો ઘટાડો કરશે અને વધારાના વન્ય ક્ષેત્રો મારફતે ૨.૫થી ૩ અબજ ટન કાર્બન ડાયોક્સાઇડ જેટલો કાર્બનમાં ઘટાડો કરશેે.