મેલબોર્ન,તા.૨૧
પૂર્વ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન માઇકલ હસીએ શુક્રવારે કહ્યું કે, મેલબોર્નમાં યોજાનારા ત્રીજી ટેસ્ટ મેચ માટે પરિસ્થિતિ પર્થની તુલનામાં ભિન્ન હશે. અહીં ભારતે પોતાના આક્રમણમાં સંતુલન લાવવા માટે હાર્દિક પંડ્યાને અંતિમ ઇલેવનમાં સ્થાન આપવું જોઈએ.
હસીએ કહ્યું, પર્થની પરિસ્થિતિ ખૂબ અલગ છે અને મેલબોર્નમાં પરિસ્થિતિઓ સંપૂર્ણ રીતે ભિન્ન હશે. મારૂ માનવું છે કે, ભારતીય ફાસ્ટ બોલરોએ આ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે એડિલેડ અને પર્થમાં ગરમીમાં પણ સારી બોલિંગ કરી હતી. તેણે કહ્યું તે (પંડ્યા) ફોર્મમાં હોય છે ત્યારે ઘણી હદ સુધી મિશેલ માર્શ જેવું પ્રદર્શન કરે છે. તમારી પાસે બોલિંગમાં વધારાનો વિકલ્પ હોવો જોઈએ જે તમારા ફાસ્ટ બોલરનો ભાર ઓછો કરી શકે. તેથી બંન્ને ટીમોએ (બોલિંગ ઓલરાઉન્ડર)ના વિકલ્પ પર ધ્યાન આપવું જોઈએ.
હસીએ કહ્યું કે, બંન્ને ટીમોના બોલરોએ અત્યાર સુધી સારૂ પ્રદર્શન કર્યું છે. ભારત પર્થમાં ચાર બોલરોની સાથે ઉતર્યું હતું અને હસીએ કહ્યું કે, ટીમમાં અશ્વિનની ગેરહાજરી રહી જ્યારે નાથન લાયને પોતાની ટીમને જીત અપાવી હતી. તેણે કહ્યું કે, જો ભારતીય ઓપનિંગ જોડીનું ખરાબ પ્રદર્શન યથાવત રહે તો ચેતેશ્વર પૂજારા અને રહાણેએ વધુ જવાબદારી લેવી પડશે જેથી વિરાટ કોહલી પર નિર્ભરતામાં સંતુલન મેળવી શકાય. હસીએ કહ્યું, ભારતના બંન્ને ઓપનિંગ બેટ્સમેન સારા ખેલાડી છે, પરંતુ તે ચાલી રહ્યાં નથી. કોઈ અવસરે આમ થાય છે જ્યારે વસ્તુ તમારા અનુરૂપ થતી નથી. હસીને પૂછવામાં આવ્યું કે, શું ભારત કોહલીના પ્રદર્શન પર વધુ નિર્ભર છે, તો તેમણે કહ્યું, કોહલી વિશ્વનો શ્રેષ્ઠ ખેલાડી છે અને તેથી ભારત તેના પર વિશ્વાસ કરી શકે છે, તેમાં કશું ખોટુ નથી. જો ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર રમી રહ્યાં હોત તો તેના પર નિર્ભર કરત.
ત્રીજી ટેસ્ટમાં હાર્દિક પંડ્યાને અંતિમ ઇલેવનમાં રાખો : માઇકલ હસી

Recent Comments