ઈન્દોર, તા.૮
શ્રીલંકાના મુખ્ય કોચ મિકી આર્થરનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમો ભારત પાસેથી શીખી શકે છે કે યુવા ખેલાડીઓને કેવી રીતે ચમકાવી શકાય અને મહત્ત્વપૂર્ણ પ્રસંગે તેમને જવાબદારી સોંપવામાં આવે. બોલિંગ હોય કે બેટિંગ. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતે બધા ફોર્મેટો માટે મજબૂત બેંચ સ્ટ્રેંથ તૈયાર કરી છે અને આર્થર આથી પ્રભાવિત છે. શ્રીલંકા વિરૂદ્ધ બીજી ટી-ર૦ મેચમાં ભારતની સાત વિકેટે જીત બાદ આર્થરે કહ્યું કે એ જોવું રોચક રહ્યું કે યુવા ખેલાડીઓને લાવી રહ્યા છે અને મહત્ત્વના સમયે તેમને જવાબદારી આપી રહ્યા છે. આ ઘણું સારૂં છે. આ યુવા ખેલાડીઓને પ્રદર્શન કરતા જોવું શાનદાર છે. મને લાગે છે કે ભારત ક્રિકેટમાં હાલ ઘણી સારી સ્થિતિમાં છે. તેમણે કહ્યું કે તમે લોકેશ રાહુલ જેવા ખેલાડીઓને જુવો તે અમુક શોટ રમ્યો જે શાનદાર હતા. ભારત અને ઓસ્ટ્રેલિયા હાલ વિશ્વ ક્રિકેટની ટોચની ટીમોમાં સામેલ છે. ઓસ્ટ્રેલિયાએ ફરી લય પ્રાપ્ત કરી લીધી છે.
ઈન્દોર ટી-ર૦ બાદ શ્રીલંકન કોચ મિકી આર્થરે ટીમ ઈન્ડિયાની ભરપૂર પ્રશંસા કરી

Recent Comments