(એજન્સી) રાંચી, તા.ર૯
રાંચીની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એક કર્મચારીની ગફલતથી મિડ ડે મિલના ૧૦૦ કરોડ રૂપિયા એક કન્સ્ટ્રક્શન કંપનીમાં જમા થઈ ગયા હતા. સૂત્રોએ કહ્યું કે, પ ઓગસ્ટથી ૧૯ સપ્ટેમ્બર વચ્ચે ખોટા એકાઉન્ટમાં સરકારના મિડ ડે મિલના નાણાં જમા થઈ ગયા હતા. જે બેંક દ્વારા મિડ ડે મિલના એકાઉન્ટમાં પરત જમા કર્યા હતા અને ઘટનાની તપાસ આપી હતી. બેંકના સૂત્રોએ કહ્યું કે, ૭૦ કરોડ રૂપિયા પરત મેળવી લેવાયા છે. બાકીના ૩૦ કરોડ રૂપિયા પાછા મેળવવાની પ્રક્રિયા ચાલુ છેે. એસબીઆઈના વરિષ્ઠ ડે.જનરલ મેનેજર ડી.કે.પાન્ડાએ કહ્યું કે, આ સંદર્ભમાં એક ફરિયાદ રાંચી પોલીસ મથકે દાખલ કરી દેવાઈ છે. કન્સ્ટ્રક્શન કંપનીના ખાતામાં ૧૦૦ કરોડ જમા થયા બાદ કંપનીએ આ નાણાં કંપનીના બીજા ૭થી ૮ ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. આ ઘટના બાદ મિડ ડે મિલના કાર્યક્રમને કોઈ અસર પહોંચી નથી. આરટીજીએસથી મિડ ડે મિલના નાણાં ખાતામાં નાખવા બાબતે ગફલત થઈ હતી.