અમરેલી, તા. ૬
અમરેલી ઠેબી ડેમમાં તેમજ વડિયાના ડેમમાં ખેડૂતોની જમીન સંપાદનમાં ગયા બાદ જિલ્લા જળ સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોને વળતર ના આપતા ખેડૂતોએ કોર્ટમા ગયા હતા અને કોર્ટે ખેડૂતોના વળતર પેટે જળ સિંચાઈ વિભાગ પાસેથી મિલકત જપ્ત કરવાના આદેશ બાદ જળ સિંચાઈ વિભાગની ૩ કાર અને ઓફિસનું ફર્નિચરની જપ્તી કરતા જિલ્લા ભરમાં ખળભળાટ મચેલ હતો.
મળતી વિગતો અનુસાર અમરેલીના ઠેબી ડેમ તેમજ વડિયા ના ડેમ બનાવામાં જે તે સમયે ડેમમાં ડૂબી ગયેલ ખેડૂતોની જમીનના બદલે જળ સિંચાઈ વિભાગે વળતર ના આપતા અમરેલીના સાંગાડેરી ગામના ખેડૂત જેરામભાઈ કથીરિયા તેમજ વડિયા ગામના ખેડૂતો જળ સિંચાઈ વિભાગ સામે અમરેલી પ્રિસિપલ સિનિયર સિવિલ કોર્ટમાં કેસ કર્યો હતો. જેમાં કોર્ટે ખેડૂતોના કેસને લઇ જળ સિંચાઈ વિભાગ સામે વારંવાર તેમનું વળતર આપી દેવા હુકમો કરેલ અને અને તેમ છતાં ૧૧ વર્ષથી વડિયાના ૮ થી ૯ ખેડૂતોની ૩૦ લાખ વળતર તેમજ અમરેલીના સાંગાદેરીના ખેડૂત પોતાની ૧૦ લાખ ની જમીનની મુદ્દલ કિંમત અને વ્યાજ સહિતની રકમ લેવા લડત ચલાવી રહ્યા હતા અને આજે અમરેલી કોર્ટે સાંગાડેરી અને વડિયા ગામના ખેડૂતોના જમીનના વળતર માટે જળ સિંચાઈ વિભાગની મિલકત જપ્ત કરવા હુકમ કરતા આજે સાંગાડેરી ગામના ખેડૂતોના વારસદાર તેમજ વડિયા ગામના ખેડૂતોને જળ સિંચાઈ વિભાગની કચેરીમાંથી વકીલને સાથે રાખી જળ સિંચાઈ વિભાગની ૧ ટાટા સુમો તથા ૨ કાર અને ફર્નિચર સાહિતીની વસ્તુઓ વળતર પેટે જપ્ત કરતા જિલ્લા ભરમાં ખળભળાટ મચેલ હતો.
ખેડૂતોના નાણાં ન ચૂકવવા અમરેલી સિંચાઈ વિભાગની મિલકતો જપ્ત કરાઈ

Recent Comments