(એજન્સી) વોશિંગ્ટન,તા.ર૮
અમેરિકી વિદેશમંત્રી માઈક પોમ્પીઓએ અમેરીકી સાંસદોને બતાવ્યું કે ઉત્તર કોરિયાથી હજુ પણ પરમાણુ ખતરો છે. તેમણે ટ્રમ્પની ટ્‌વીટનો બચાવ કર્યો હતો. જેમાં પ્યોંગયાંગથી કોઈ ખતરો નહી હોવાનું જણાવ્યું હતું. ટ્રમ્પની ધારણાથી આશ્વસ્ત છું કે ખતરો ઓછો થયો છે. સીએનએનએ પોમ્પીઓના હવાલેથી બતાવ્યું કે તનાવનો સ્તર ઓછો કર્યો છે. ઉત્તર કોરિયાએ કોરિયાઈ યુદ્ધ દરમ્યાન મોતને ભેટેલા અમેરિકી સૈનિકોના અવશેષ પાછા આપવાના છે. હાલમાં એક નિગરાની વેબસાઈટે દાવો કર્યો કે સિંગાપુર શિખર વાર્તામાં કોરિયા પ્રાયદ્વીપના નિરસ્ત્રીકરણની પ્રતિબદ્ધતાની જાહેરાત બાદ ઉત્તર કોરિયા ઝડપથી તેના પરમાણુ અનુસંધાન કેન્દ્રોમાં સુધાર કરી રહ્યું છે. પરમાણુ હથિયાર સંપન્ન ઉત્તર કોરિયાના નેતા કીમ જોંગ ઉન સાથે ડોનાલ્ડ ટ્રમ્પની વાતચીત થઈ હતી. આ ઐતિહાસિક વાર્તામાં આ લક્ષની દિશામાં કામ કરવાનો વાયદો કરાયો હતો.