ભાવનગર, તા.ર
ભાવનગર મહાપાલિકાની ઘરવેરા રિકવરી ટીમે લાખોનો બાકી વેરો વસુલવા ૬ ફલેટ સહિત ૧ર મિલકતને સીલ ઠપકાર્યા હતા. મહાપાલિકા દ્વાર રિબેટ અને વ્યાજમાફી સહિતની લાભદાયી યોજનાઓ છતાં કોઈ કારણોસર કેટલાક મિલકત ધારકો પૈસા ભરપાઈ કરવા આગળ આવતા જ નથી. પરિણામે મિલકત જપ્તી જેવી કાર્યવાહીનો સામનો કરવો પડે છે. મ્યુ. ઘરવેરાની મધ્ય ઝોનની રિકવરી ટીમના સુરેન્દ્રસિંહ રાણા, મજબૂતસિંહ ગોહિલ અને મંગાભાઈ નૈયાએ રૂા.ર૪.૬૧ લાખનો બાકી વેરો વસૂલવા ૧ર મિલકતો જપ્ત કરી હતી જેમાં જૂના બંદર પર હિંગળાજ વુડન, એકેબી પ્લાસ્ટિકનું ગોડાઉન, પટેલ શિવલાલ અમૃતલાલ-સીતારામ શો મીલ, પાંજરાપોળ લાતી બજારમાં હેમંતદાસ કુંદનદાસની બે દુકાનો, ગોપી આર્કેડમાં બિલ્ડરની માલિકીના ફ્લેટ નં. ર૦૧, ર૦ર, ર૦પ, ર૦૬ તથા ૩૦૧ અને ૩૦૬ તેમજ આતભાઈ ઈવા કોમ્પ્લેક્ષમા દુકાન નં. ૩૦૩નો સમાવેશ થાય છે.