(એજન્સી) તા.ર
૬ જાન્યુઆરીના દિવસે સુપ્રીમકોર્ટમાં થનારી ધારા ૩પએ વિશેની સુનાવણી પહેલા રાજયવ્યાપી આંદોલનનું આહવાન કરતા મીરવાઈઝ ઉપર ફારૂકે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન બંનેની અદાલતે તેમજ સંસદોને કાશ્મીરના વિવાદિત દરજજામાં ફેરફાર કરવાની કોઈ સત્તા નથી. હુર્રિયત કોન્ફરન્સ (એમ)ના કાર્યકરોને સંબોધતા ઉમર ફારૂકે કહ્યું હતું કે અમે આ બાબત સ્પષ્ટ કરી દેવા માગીએ છીએ કે કાશ્મીરના દરેક રહેવાસીનું આ નિવેદન છે કે જો ધારા ૩પ એમાં કોઈ ફેરફાર કરવામાં આવશે. અથવા તો તેને નાબૂદ કરવાના પ્રત્યનો કરવામાં આવશે તો રેસીસટેન્સ લિડરશીપ વ્યાપક આંદોલન કરશે અને લોકોને માર્ગો પર વિરોધ કરવાનું કહેશે. તેમણે કહ્યું હતું કે જયાં સુધી કાશ્મીરના લોકોની આકાંક્ષાઓ પ્રમાણે કાશ્મીર વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી તે આંતરરાષ્ટ્રીય માન્યતા પામેલો વિવાદ રહેશે. કોઈપણ કોર્ટને આ નિર્ણય લેવાનો અધિકાર નથી જે કાશ્મીરના વિવાદિત દરજજા પર અસર કરે.