(એજન્સી) ચાંદીપુર, તા.ર૪
ભારતે વધુ એક જમીનથી હવામાં પ્રહાર કરનાર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓએ સોમવારે ક્વિક રીએકશન એર મિસાઈલ સિસ્ટમનું ઓડીસાના ચાંદીપુર ખાતેથી સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલ સતત ગતિશીલ રહેશે અને દુશ્મનના વિમાન કે ડ્રોન પર નજર રાખીને તેને તાત્કાલિક નિશાન બનાવશે. ડીઆરડીઓએ સોમવારે ૧૧ઃ૪પ કલાકે ક્વિક રીએકશન સરફેસ એર મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલ જમીન પરથી હવામાં નિર્ધારિત નિશાન ભેદવા માટે સક્ષમ છે. સૈન્ય અભિયાન અંતર્ગત આ મિસાઈલ પણ ગતિશીલ છે જે દુશ્મનના વિમાન કે ડ્રોન પર નજર રાખીને તેના પર તાત્કાલિક નિશાન સાધે છે. ડીઆરડીઓએ ગત ૧૭ ડિસેમ્બરે ઓડિસાના બાલાસોર મિસાઈલ કેન્દ્રથી બ્રહ્મોસ સુપર સોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. જે મિસાઈલ એક એડવાન્સ સ્વદેશી ટેકનિક સાથે જહાજને નિશાન પર લઈને લોન્ચ કરાઈ હતી. તેના પહેલાં ર૧.રર ઓક્ટોબરના રોજ છોડાયેલ બન્ને મિસાઈલ નિયમિત વ્યુહાત્મક પરીક્ષણનો ભાગ હતી. મિસાઈલે આશરે ૩૦૦ કિ.મી. દૂર આવેલ એક નિર્ધારિત લક્ષને ભેદી આપ્યું હતું. બન્ને મિસાઈલે નિર્ધારિત લક્ષને પ્રત્યક્ષ રીતે ભેદી આપ્યું હતું. આ પ્રકારની મિસાઈલ પરીક્ષણના કારણે મોબાઈલ પ્લેટફોર્મ પરથી જમીની લક્ષને ચોક્કસ રીતે સાધવાની આઈએએફની ક્ષમતામાં વધારો થયો છે.
ભારતે સફળતાપૂર્વક જમીનથી હવામાં પ્રહાર કરનાર મિસાઈલનું ઓરિસ્સાના ચાંદીપુરથી સફળ પરીક્ષણ કર્યું

Recent Comments