(એજન્સી) તા.રપ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજને ૈંઝ્રઝ્રએ વિમેન્સ વર્લ્ડ કપ ૨૦૧૭ ટીમની કેપ્ટન તરીકે પસંદગી કરી છે. ૩૪ વર્ષીય મિતાલીએ આ વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરતા ટીમને ફાઈનલ સુધી પહોંચાડી હતી.
ભારત લૉડ્‌ર્સના મેદાનમાં રમાયેલી ફાઇનલમાં ઇંગ્લેન્ડની સામે ૯ રનથી હારી ગયું હતું. આ ટૂર્નામેન્ટમાં ભારતની કેપ્ટન મિતાલીએ ૪૦૯ રન કર્યા. ન્યૂઝિલેન્ડની સામે કરો યા મરો જેવી મેચમાં મિતાલી રાજે ૧૦૯ રનની ઈનિંગ રમી. આ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને ૧૮૬ રનને હરાવી સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી.
આ ઇનિંગ સિવાય પણ મિતાલીએ આ ટૂર્નામેન્ટમાં ઘણી યાદગાર ઈનિંગ્સ રમી છે. ટૂર્નામેન્ટમાં ભારતની પહેલી મેચમાં મિતાલીએ ઇંગ્લેન્ડ વિરુદ્ઘ ડર્બીમાં ૭૧ રનની ઈનિંગ રમી હતી. ત્યારબાદ ટૉનટનમાં વેસ્ટ ઇન્ડિઝની સામે ૪૬, શ્રીલંકા સામે ડર્બીમાં ૫૩ અને ઑસ્ટ્રેલિયા સામે ૬૯ રનની ઈનિંગ રમી હતી.
મિતાલી ઉપરાંત હરમનપ્રીત કૌર અને દીપ્તિ શર્માને પણ આઈસીસી ટીમમાં જગ્યા મળી છે. ૈંઝ્રઝ્રની આ ટીમમાં ભારતની ૩ પ્લેયર્સ ઉપરાંત ઈંગ્લેન્ડની ૪ પ્લેયર્સને જગ્યા મળી છે. જ્યારે સાઉથ આફ્રિકાની ટીમમાંથી પણ ૩ પ્લેયર્સને આ ટીમમાં જગ્યા મળી છે.
ૈંઝ્રઝ્ર વિમેન્સ વર્લ્ડ કપ ૨૦૧૭ની ટીમ :
• તમસિન બિય્મોંટ (ઈંગ્લેન્ડ)
• લૉરા વોલ્વાર્ડટ (સાઉથ આફ્રિકા)
• મિતાલી રાજ (કેપ્ટન) (ભારત)
• એલિસી પેરી (ઓસ્ટ્રેલિયા)
• સરા ટેલર (વિકેટ કીપર) (ઈંગ્લેન્ડ)
• હરમનપ્રીત કૌર (ભારત)
• દીપ્તિ શર્મા (ભારત)
• મૈરિજૈન કાપ (સાઉથ આફ્રિકા)
• ડેન વાન નિકર્ક (સાઉથ આફ્રિકા)
• આન્યા શર્બસોલ (ઈંગ્લેન્ડ)
• એલેક્સ હાર્ટલી (ઈંગ્લેન્ડ)
• નાતાલી સ્કીવર (૧૨મી ખેલાડી)(ઈંગ્લેન્ડ)