નવી દિલ્હી, તા.૧ર
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કપ્તાન મિતાલી રાજે બુધવારે ઈતિહાસ સર્જ્યો મહિલા વર્લ્ડકપમાં આજે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મેચમાં ૩૪ રન બનાવતાં જ મિતાલી વન-ડેમાં હાઈએસ્ટ રન બનાવનાર મહિલા બેટ્‌સમેન બની ગઈ છે. આ મેચ પહેલા મિતાલીને ઈંગ્લેન્ડની ક્રિકેટર ચાલોંટ એડવડ્‌ર્સના પ૯૯ર રનના રેકોર્ડની બરાબરી કરવા માટે ફક્ત ૩૩ રનની જરૂર હતી એડવડ્‌ર્સ ૧૯૧ મેચોમાં આ રન બનાવ્યા હતા. મિતાલીએ આજે ના ફક્ત એડવડ્‌ર્સનો રેકોર્ડ તોડ્યો પણ મહિલા વન-ડે ક્રિકેટમાં ૬૦૦૦ રન બનાવનારી પ્રથમ મહિલા ક્રિકેટર પણ બની ગઈ છે.