(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨ર
શહેરના વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પાસે આવેલા માણકી કોમ્પલેક્ષમાં વીજ મીટરોમાં આગ ફાટી નિકળી હતી. જેને પગલે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો.
પ્રાપ્ત થતી વિગત અનુસાર વાઘોડિયા રોડ પર માણકી કોમ્પલેક્ષમાં આજે સવારે અચાનક જ વીજ મીટરોમાં આગ લાગતાં ધુમાડા નીકળતા રહીશો અને દુકાનદારો બહાર દોડી આવ્યા હતા. આગ વધુ પ્રસરે તે પહેલાં બનાવની જાણ ફાયર બ્રિગેડને કરતાં દોડી આવેલા લાશ્કરોએ આગ ઓલવી નાખી હતી. પરંતુ તમામ વીજ મીટરો સળગી ગયા હોવાથી વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો.