અગરતલા, તા.૪
અગરતલાના મહારાજા બિર વિક્રમ ક્રિકેટ સ્ટેડિયમમાં એક પ્રેક્ટિસ મેચ ચાલી રહી હતી. જેમા મિથુન દેબબર્મા પણ રમી રહ્યો હતો. મિથુન ફીલ્ડિંગ કરી રહ્યો હતો અને અચાનક મેદાન પર પડી ગયો મિથુન બેભાન થતો જોઇએ તેના સાથી ખેલાડીઓને તેને ઉઠાડ્યો અને નજીકની ઇન્દિરા ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં લઇ ગયા. જ્યાં તેને ડોક્ટરોએ મૃત જાહેર કર્યો ડોક્ટરોએ મિથુનના મોત પાછળનું કારણ હાર્ટ એટેક કહ્યું, જે જાણીને દરેક લોકો હેરાના રહી ગયા.
ડોક્ટરોએ જાણકારી આપી કે મિથુનને ગંભીર હાર્ટ એટેક આવ્યો અને તેની હોસ્પિટલ પહોંચતા પહેલાં જ મૃત્યુ થઇ ગયું હતું. મિથુનને આટલી ઓછી ઉંમરમાં હાર્ટ એટેક આવ્યો તે જાણવા માટે તેના મૃતદેહને પીએમ માટે મોકલ્યો છે. મિથુનના મોતની ખબર સાંભળી ત્રિપુરા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ ડૉ.માનિક શાહ પણ હોસ્પિટલ પહોંચ્યા. ઘણા મોટા ક્રિકેટર પણ આ ઘટનાથી સ્તબ્ધ છે.
ક્રિકેટના મેદાન પર હાર્ટ એટેકની આ પહેલી ઘટના નથી આ વર્ષે ગોવાના પૂર્વ રણજી ક્રિકેટર રાજેશ ઘોડગેની એક ક્લબ મેચ દરમિયાન હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. નવી મુંબઇમાં પણ એક ટૂર્નામેન્ટ દરમિયાન સંદીપ ચંદ્રકાંત મહાત્રેની આશરે ૩૬ વર્ષની ઉંમરમાં હાર્ટ એટેક આવવાથી મોત થયું હતું. ગત વર્ષે ભોપાલમાં પણ એક રેલવે ક્રિકેટરને મેચ દરમિયાન હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.