Gujarat

મિત્યાજનાં દલિત મહિલા સરપંચ ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો

(સંવાદદાતા દ્વારા) કોડીનાર, તા.૩૧
કોડીનારના મિત્યાજ ગામના મહિલા સરપંચને ત્રણ શખ્સોએ માહિતી ન આપવા બદલ સરપંચને માર મારેલ તથા જાતિ વિરૂદ્ધ બોલતા સરપંચ કોડીનાર પોલીસમાં ફરિયાદ કરેલ છે. કોડીનાર તાલુકાના મિત્યાજ ગામના સરપંચ ભાનુમતીબેન માધાભાઈ વાઢેળ (ઉ.વ.૪પ) કોડીનારથી સાંજના છ વાગ્યે મિત્યાજ આવેલા તે પોતાના ઘરે જતા હતા ત્યારે હાઈસ્કૂલના ગ્રાઉન્ડ પાસે મયુર રામભાઈ બળાઈ, પાર્થ રામભાઈ બળાઈ, કુલદીપ હમીરભાઈ ચંડેરા (રે.મિત્યાજ) જે ત્રણેય મારી પાસે આવી મને જેમ ફાવે તેમ અપશબ્દો આપવા લાગેલ. જેથી મેં તેઓને ગાળો આપવાની ના પાડતાં આ ત્રણેય લોકો મારી ઉપર ઉશ્કેરાઈ ગયેલ અને મને હાથથી મારવા લાગેલ. તું ગામના સરપંચ દલિત હોવાથી અમોને દબાવે છે. આ લોકો મને કહેવા લાગેલ કે તારા દીકરા ગામમાં નીકળશે તો જાનથી મારી નાખીશું તેમ કહી ધમકી આપેલ અને અમારી જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો બોલતા ત્યાંથી જતાં રહેલ. હું મારા ઘરે જઈ મારા પતિને વાત કરેલ ત્યારપછી અમારા ગ્રામપંચાયતના સભ્ય રમેશભાઈ ભગવાનભાઈ વાઢેળ, મારા દીકરાઓ મારો ભત્રીજો સહિતના લોકો કોડીનાર પોલીસ સ્ટેશને આવી ફરિયાદ નોંધાવી છે. આ બનાવનું કારણ જણાવતા સરપંચે કહેલ કે આ લોકોએ અગાઉ ગ્રામપંચાયતના કરેલ કામો અંગેની માહિતી માગેલ જે માહિતી તલાટીમંત્રીએ આપવામાં સમય લાગે તેમ હોય તેમ જણાવેલ. જેથી આ ત્રણેય લોકોને એમ કે માહિતી સરપંચ આપવા માગતા નથી. જે મનદુખના કારણે આ બનાવ બનેલ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.