(એજન્સી) નવી દિલ્હી,તા. ૧૧
ભારતમાં ચાલુ ઈંસ્ી ર્‌ર્ અભિયાને વેગ પકડતા ટીવી અને બોલિવૂડથી માંડીને રાજકારણના પણ મોટા-મોટા નામ બહાર આવી રહ્યા છે. ઈંસ્ી ર્‌ર્ કેમ્પેને દેશની ફિલ્મ અને મીડિયા ઇન્ડસ્ટ્રીને હચમચાવી નાખ્યા છે. આ કેમ્પેન હેઠળ પત્રકાર રહી ચુકેલા રાજ્ય કક્ષાના વિદેશ પ્રધાન એમજે અકબર સામે પણ જાતીય સતામણીના આરોપો મુકાયા છે. એમજે અકબર સામે ઘણાં મહિલા પત્રકારોએ જાતીય સતામણીના ઓરોપો મુક્યા હોવાથી મોદી સરકાર વિપક્ષના નિશાન પર આવી ગઇ છે અને કોંગ્રેસ અકબરના રાજીનામાની માગણી કરી રહી છે. જોકે, સરકારી સૂત્ર આ મુદ્દા અંગે એમજે અકબરના પોતાના નિવેદનની રાહ જોઇ રહ્યા છે. મીડિયાના અહેવાલો મુજબ સરકાર પર એમજે અકબરના રાજીનામા માટે દબાણ વધી રહ્યું છે અને સરકાર અકબરના રાજીનામાની માગણી કરી શકે છે પરંતુ સરકારના ટોચના સૂત્રોએ આવા અહેવાલોને ફગાવી દીધા છે. સૂત્રોના જણાવ્યા મુજબ એમજે અકબરના રાજીનામા અંગેના બધા અહેવાલો કાલ્પનિક છે. સૂત્રોએ આવા અહેવાલોને માત્ર અટકળો ગણાવી છે. સૂત્રોએ જણાવ્યું કે એમજે અકબર વિદેશના પ્રવાસેથી પરત આવે ત્યાર પછી આ મુદ્દા અંગે તેમની રજૂઆત સાંભળવી પડશે. અકબરે પોતે જ આ મુદ્દા અંગે નિર્ણય લેવો જોઇએ. એક અહેવાલમાં એવું જણાવવામાં આવ્યું છે કે એમજે અકબર વિદેશ યાત્રા અધવચ્ચે પડતી મૂકીને ભારત પરત આવી શકે છે. અગાઉ, વિદેશ પ્રધાન સુષમા સ્વરાજને એક મહિલા પત્રકાર દ્વારા એમજે અકબર સામે કાર્યવાહી વિશે પૂછવામાં આવ્યું હતું પરંતુ પ્રધાને જવાબ આપવાનું ટાળ્યું હતું અને મહિલા પત્રકારની અવગણના કરીને આગળ વધી ગયા હતા. એમજે અકબર સામે મહિલા પત્રકારોની જાતીય સતામણીના આરોપો અંગે સરકારે પણ અત્યાર સુધી કશું જ કહ્યું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ મુદ્દા અંગે મૌન ધારણ કર્યું છે. જ્યારે વિપક્ષ દ્વારા આ મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસો ચાલુ છે.

એમ જે અકબર #Me Too આરોપો વચ્ચે યાત્રા ટૂંકાવશે નહીં, રવિવારે પરત આવવાની સંભાવના

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૧
કેન્દ્રીય પ્રધાન એમજે અકબર સામે ઘણી વરિષ્ઠ મહિલા પત્રકારો દ્વારા જાતીય સતામણીના આરોપો મુકાયા હોવાથી નાઇજીરિયાનો પ્રવાસ ટૂંકાવીને તાકીદે ભારત પાછા ફરીને રાજીનામું આપવાના તેમને આદેશો આપવામાં આવ્યા હોવાના અહેવાલોને સરકારના ટોચના સૂત્રોએ નકારી કાઢ્યા છે અને આવા અહેવાલોને માત્ર અટકળો ગણાવવામાં આવ્યા છે. એમજે અકબર તેમના વિદેશ પ્રવાસેથી રવિવારે ભારત પરત આવે તેવી સંભાવના છે. સૂત્રોએ જણાવ્યું કે એમજે અકબર સામે મહિલા પત્રકારો દ્વારા જાતીય સતામણીના આરોપો મુકાયા છે પરંતુ પ્રધાન સામે કોઇ એફઆઇઆર નોંધાવવામાં આવી નથી કે વિધિસર કોઇ ફરિયાદ કરવામાં આવી નથી. આ નૈતિક મુદ્દાઓ છે અને એમજે અકબરે એ બાબત તરફ ધ્યાન આપવું જોઇએ. કેન્દ્ર સરકારમાં માત્ર મહિલા અને બાળ વિકાસ પ્રધાન મેનકા ગાંધીએ એમજે અકબર સામે મુકાયેલા આરોપોની તપાસ કરવાની માગણી કરી છે અને જણાવ્યું કે ઉચ્ચ હોદ્દા સંભાળતા પુરૂષો ક્યારેક આવું કરે છે. મીડિયા, રાજકારણ અને કંપનીઓમાં કામ કરતા ટોચના અધિકારીઓને આ બાબત લાગુ પડે છે. હવે મહિલાઓએ જાતીય સતામણી અંગે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું હોવાથી આપણે તેને ગંભીર રીતે લેવું જોઇએ. જ્યારે સીપીએમ એ સરકારના મૌન સામે પ્રશ્ન ઉઠાવ્યો છે અને જણાવ્યું કે એમજે અકબર સામે જાતીય સતામણીના મુકાયેલા આરોપો અંગે સરકારનું મૌન તોડવા માટે વધુ કેટલી મહિલાઓએ બોલવાની જરૂર છે ?