અમદાવાદ,તા.ર૦
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમ્યાન વિસનગરમાં ધારાસભ્ય ઋષિકેશની ઓફિસમાં તોડફોડ મામલે હાઈકોર્ટે ફરી ચુકાદો આપ્યો છે. હાર્દિક પટેલ સહિત આ કેસમાં અન્ય બે આરોપીઓ લાલજી પટેલ અને એ.કે. પટેલનો સમાવેશ થાય છે. તોડફોડ કરવા મામલે વધુ બે આરોપી લાલજી પટેલ અને એ.કે. પટેલ પણ જામીન હાઈકોર્ટે મંજૂર કર્યા છે.
વિસનગરમાં અનામત આંદોલન વેળા ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરવામાં મામલે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે. પટેલને કોર્ટે દોષિત જાહેર કરી બે-બે વર્ષની સજા ફટકારી હતી. અને પ૦-પ૦ હજારનો દંડ ફટકાર્યો હતો. જે મામલે અગાઉ જ હાઈકોર્ટમાં જામીન અરજી કરી જામીન મેળવી લીધા હતા. તો સોમવારના રોજ હાઈકોર્ટમાં સુનાવણી દરમ્યાન હાઈકોર્ટ વધુ બે આરોપીઓ લાલજી અને એ.કે. પટેલને જામીન આપ્યા હતા. આમ હવે ત્રણેય આરોપીઓને હાઈકોર્ટે જામીન આપી દીધા છે.