(એજન્સી) હૈદરાબાદ, તા.ર૧
ગોશામહલથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં ધારાસભ્ય રાજાસિંહની પોલીસે ધરપકડ કરી છે. રાજાસિંહે ગૌરક્ષાના નામે ગાયોની રક્ષા કરવા પર પોલીસે એમની વિરૂદ્ધ ખોટા કેસો દાખલ કર્યા હોવાનો આરોપ મૂકીને બશીરબાગ સ્થિત પોલીસ કમિશનર કાર્યાલય સામે મંગળવાર ભૂખ હડતાળ પર ઉતરવાની ઘોષણા કરી હતી. એમની આ ઘોષણાને પગલે પોલીસે સોમવારે સાંજે જ રાજાસિંહના ઘર પાસે પોલીસ તૈનાત કરીને નજરકેદ કર્યા હતા. મંગળવારે સવારે જ્યારે રાજાસિંહ બશીરબાગ સ્થિત પોલીસ કમિશનર કાર્યાલય તરફ વધવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે પોલીસે એમને એમના ઘરમાં જ નજર કેદ કર્યા હતા. રાજાસિંહે ચીમકી ઉચ્ચારી છે કે સરકાર એમની માગણીઓ પૂરી નહીં કરે ત્યાં સુધી ભૂખ હડતાળ ચાલુ રાખશે. પોલીસે અનશન પર ઉતરવાની પરવાનગી ન હોવાનું જણાવી રાજાસિંહને નજરકેદ કર્યા હતા.