ઉના, તા.રપ
ઉના-ગીરગઢડા તાલુકા કોંગ્રેસ કાર્યકરનું વિશાળ સંમેલન અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી તેમજ ગીર વિકાસ મંડળ ખાદીઉદ્યોગ સંસ્થાના પ્રણેતા અને સ્થાપક અંતુભાઇ ભટ્ટના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે નવા દિપોત્સવી પર્વની શુભકામના સાથે આનંદવાડી ખાતેના ગ્રાઉન્ડમાં ભરત ભટ્ટના અધ્યક્ષ સ્થાને તેમજ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, ધારાસભ્ય પૂંજા વંશ, પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, પૂર્વ ધારાસભ્ય ડૉ.કનુ કલસરિયા, ધારાસભ્ય મોહન વાળા, તેમજ ધારાસભ્ય બાબુ વાજા, પૂર્વધારાસભ્ય ધીરસિંહ બારડ સહિતના પ્રદેશ અને જિલ્લા કક્ષાના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયું હતું.
આ સંમેલનને આગેવાનોએ સંબોધન કરી દેશની હાલની આર્થિક, સામાજિક અને રાજકીય સ્થિતિઓ અંગે ચિંતા વ્યક્ત કરી ખેડૂતો, બેરોજગારો અને દેશમાં દિન-પ્રતિદિન મંદીના કારણે રોજગાર લક્ષી નાના લઘુતમ ઉદ્યોગો બંધ થઇ રહ્યા હોય તેમજ દેશની સ્વચ્છ અને બંધારણીય સંસ્થાઓ તેમજ સહકારી ક્ષેત્રની સંસ્થા ઉપર ખેલાતા રાજનીતિના કાવાદાવાને કારણે શિક્ષણ, આરોગ્ય જેવી માનવ સેવાઓનું અસ્તિત્વ ખતમ થઇ રહ્યું હોય તેમજ બંદરો નાના ઉદ્યોગો બેંકિંગ વ્યવસ્થા પ્રજાકીય સુવિધામાં અપાતી યોજનાઓ ગુસ્સાની રાજનીતિએ ખતમ કરી દીધી હોવાના કારણે આજે દેશનું દરેક નાગરીક ખેડૂતો વેપારીઓ, શ્રમરોજગાર મેળવતો માનવી દેશના છેવાડાના વિસ્તાર સુધી પરેશાની વેઠી રહ્યો છે અને દયનીય સ્થિતિનો સામનો કરી રહ્યો છે. અત્યાચાર, ભ્રષ્ટાચારથી લાચાર બની ગયો હોવા છતાં સરકારમાં તેના સત્યનો અવાજ, સત્તા, ધર્મ, અને વેર, બદલો, લોભ-લાલચ, આપીને દબાવી દેવાય છે. મીડિયાની પણ આઝાદી છીનવી લેવાતા સત્ય, માન, સન્માન, સંસ્કારો અને દેશની હાલની સ્થિતિને દબાવી છેવાડાના માનવીની વેદના સાંભળવાને બદલે લોકો જાહેરાતો અને ખોટા પ્રચારના માધ્યમથી ગેરમાર્ગે ભાજપ સરકાર દોરવી રહ્યા હોવાનું ઉપસ્થિત કોંગ્રેસ નેતાઓએ પોતાના પ્રવચનમાં જણાવી ભાજપ સરકારની નીતિઓને આકરી ટીકા કરી હતી.
આ તકે કોંગ્રેસના ઉના-ગીરગઢડાના ધારાસભ્ય પૂંજાભાઇ વંશે જણાવેલ કે, પહેલાના સમયમાં રાજનીતિમાં સત્ય અને મુલ્યવાન લોકો વિચારધારા સાથે રાજનીતિ કરતા હતા અને એક બીજી પાર્ટી લોકોના કામો માટે મદદ કરતા પરંતુ હાલ સત્ય ઉપર ચાલતા લોકોને રાજનીતિમાં પાડી દેવા અને અસત્યની છબીઓમાં ફોટા સાથે લોકોને જાહેર જીવનમાં છેતરી રહ્યા છે. આગામી દિવસોમાં કોંગ્રેસને દેશ ભરમાં મજબૂત કરવા તમામ કાર્યકરો ખંભેથી ખંભા મેળવી આગળ આવે તેવું જણાવેલ હતું. સંમેલનમાં ગરીબ પરિવારોને રેકડી તેમજ ખાદીની થેલીઓનું વિતરણ કરી રોજગાર લક્ષી તેમજ પ્લાસ્ટિક મુક્ત અભિયાનને પ્રોત્સાહન આપાયું હતું.
ઉના તાલુકામાં ભાજપનું સુકાન ગુંડાઓના હાથમાં…એભલભાઇ બાંભણિયા
ભાજપના પાયાના કાર્યકર અને પૂર્વ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તેમજ ૨૦ વર્ષથી ભાજપ પાર્ટી રહી સંગઠન વિચારધારા સાથે કામ કરનાર ધોકડવા વિસ્તારના આગેવાન એભલભાઇ બાંભણીયાએ ભાજપ પાર્ટી છોડીને કોંગ્રેસનો ઠેસ પહેરી તેમના કાર્યકરો સાથે જોડાતા વિરોધ પક્ષના નેતાએ આવકારેલ હતા. આ તકે ભાજપના પૂર્વ આગેવાનએ સંમેલનમાં જણાવેલ હતું કે, ભાજપની મૂળ વિચારધારાના પાયાના કાર્યકરોને સાઇડ લાઇન કરી ગુંડાઓના હાથમાં ઉના તાલુકાનું સુકાન સોપેલ હોય આવા લોકો ગરીબોનું શોષણ કરી તાલુકાને વેચી રહ્યા છે.