ભુવનેશ્વર, તા.૮
નિર્મલા શેરોનના નેતૃત્વમાં ભારતીય રનરોએ રરમી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં વરસાદના વિધ્નવાળા બીજા દિવસે ચાર સુવર્ણચંદ્રક પોતાના નામે કર્યા હરિયાણાની નિર્મલાએ મહિલાઓની ૪૦૦ મીટર દોડ જીતી ભારત માટે બીજા દિવસે સુવર્ણચંદ્રક જીતવાની શરૂઆત કરી. ત્યારબાદ મોહંમદ અનસે પુરૂષોની ૪૦૦ મીટરમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો. રાજીવ અરોકિયા પુરૂષોના વર્ગમાં બીજા સ્થાને રહ્યો અને તેણે રજત ચંદ્રક જીત્યો જ્યારે મહિલા ૪૦૦ મીટરમાં મૈથ્યુએ કાંસ્યચંદ્રક પ્રાપ્ત કર્યો. ભારતનું વર્ચસ્વ અહિંયા જ અટક્યું નથી. પી.યુ.ચિત્રા અને અજયકુમાર સરોઝએ ક્રમશઃ મહિલાઓ અને પુરૂષોની ૧પ૦૦ મીટર દોડમાં સુવર્ણચંદ્રક જીત્યો. દૂતિચંદે ૧૦૦ મીટરમાં કાંસ્યપદક જીત્યો ર૧ વર્ષીય નિર્મલા શેરોને પર.૦૧ સેકન્ડનો સમય કાઢીને મહિલાઓને ૪૦૦ મીટર દોડ જીતી.