(એજન્સી) પેરિસ, તા.૪
ફ્રાન્સમાં ગરમીની રજાઓ બાદ સ્કૂલ જઈ રહેલા બાળકોને હવે સ્માર્ટફોન વિના જ સ્કૂલ જવું પડશે. ફ્રાન્સની સંસદે જુલાઈમાં સ્માર્ટફોન પર પ્રતિબંધ લગાવવા માટે નવો કાયદો બનાવ્યો હતો, જે હવે અમલમાં આવ્યો છે.
નવા કાયદા અનુસાર પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં આખા દિવસ માટે ફોન પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. તેમાં રિસેસનો સમય પણ સામેલ છે. આ નિયમમાંથી માત્ર અપવાદ સ્વરૂપે આકસ્મિક કેસમાં અને અંધ બાળકોને છૂટ મળશે. વિદ્યાર્થીઓને આગ્રહ કરવામાં આવ્યો છે કે, તેઓ પોતાના ફોન સ્વિચ ઓફ રાખે અથવા લોકરમાં રાખે.
કાયદાનું પાલન ન કરવા હેઠળ શિક્ષકોની પાસે સંપૂર્ણ દિવસ માટે બાળકોના ફોન જપ્ત કરવાનો પણ અધિકાર છે.
ફ્રાન્સમાં ર૦૧૦માં કાયદો પસાર કરવામાં આવ્યો હતો જેના હેઠળ વર્ગખંડમાં સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. નવા કાયદામાં તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. શિક્ષા મંત્રી જ્યાં માઈકલ અહીં ફ્રાંસિસી સમાજની સાથે-સાથે વિશ્વના દેશોને એક સંદેશ આપે છે. ફ્રાન્સમાં ૧રથી ૧૭ વર્ષની ઉંમરના દરેક ૧૦ કિશોર બાળકોમાંથી નવની પાસે સ્માર્ટફોન છે.
ફ્રાન્સના શિક્ષણમંત્રી જ્યાં માઈકલ બ્લેકચેરે જણાવ્યું કે, તેનો ઉદ્દેશ બાળકોનું અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત થાય તે છે, સામાજિક દાયરો વધારવા અને સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરવા માટે પ્રેરિત કરે છે. તેનો ઉદ્દેશ ઓનલાઈન વટ પાડવા અને સ્કૂલમાં ચોરી અને હિંસાની ઘટનાઓ પર અંકુશ લગાવવાનો પણ છે.