(સંવાદદાતા દ્વારા) બાવળા,તા.૧૬
રાહદારીઓના મોબાઇલ ઇસ્ટુમેન્ટો ઝૂંટવી લૂંટના ગુના આચરતા લબરમુછીયા કિશોરો ને ચોરીના મો.ફોન-૪ રૂા.૧૫,૫૦૦/-ના મુદ્દામાલ સાથે અમદાવાદ ગ્રામ્ય .એલ.સી.બી. એ ઝડપી લીધા છે.
એલ.સી.બી ઇન્ચાંર્જ પો.ઇન્સ એન.બી.બારોટ, એ પો.સ.ઇ. એ.સી.ગોહિલ, પો.સ.ઇ. આર.એમ. વસૈયા, પો.સ.ઇ., આઇ.એમ. ઝાલા, અને એલ.સી.બી.ની અલગ અલગ ટીમો બનાવી વ્યુ.હાત્માક જગ્યાએ નાકાબંધી કરી પરીણામ લક્ષી વાહન ચેકીગ કરવા ખાસ સૂચના કરેલ. તેના ફળ સ્વ રૂપે પો.કોન્સબ. ભરતસિહ ગોળને મળેલ બાતમી આધારે પો.સ.ઇ. એ.સી.ગોહિલ અને ટીમે બાવળા સી.એચ.સી. ચાર રસ્તાખાતે વોચ ગોઠવી ભારે જહેમતથી કાયદાના સંઘાર્ષમાં આવેલ બે કિશોર સહિત કુલ ત્રણ ઇસમોને ચોરીના મોબાઇલ નંગ- ૪ કિ.રૂા.૧૫,૫૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ.
રાહદારીઓના મો.ફોનની લૂંટ કરનાર કિશોર ઝડપાયા
(૧) આકાશ હકાભાઇ મકવાણા (કો.પટેલ) ઉ.વ. ૧૯ રહે. પુથ્વિ કોમ્પઓલેક્ષ સામે, બાવળા
(૨) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર – ૨ ઉક્ત કિશોરો પાસેથી મો.ફોન-૪ કિ.રૂા.૧૫,૫૦૦/-ના મળી આવેલ તે સંબધે કોઇ સંતોષ કારક જવાબ આપતા ન હોઇ આગવી ઢબે પૂછપરછ કરતા આશરે બારેક દિવસ પહેલાં બાવળા ખાતેથી રાહદારીના ચાલુ બાઇકે મોબાઇલ ફોન ઝૂટવી લૂંટ કરેલાની કેફીયત આપેલ.
આરોપીઓ મો.સા. લઇ નિકળતા અને રાતના સમયે પગે ચાલતા જતા એકલ દોકલ રાહદારીને ટાર્ગેટ કરી ચાલુ બાઇકે મો.ફોન ઇસ્ટ્રુ મેન્ટટ ઝૂંટવી લૂંટ કરી મોજશોખ ને અંજામ આપતા હતા.