(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.૯
મોડાસાના સાયરા (અમરાપુર)ની ૧૯ વર્ષીય અપકૃત યુવતીનો ૫ દિવસ પછી સાયરા ગામની સીમમાંથી રવિવારે સવારે વડના ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા યુવતી સાથે સામુહિક દુષ્કર્મ અને હત્યા થઇ હોવા અંગે પરિવારજનો અને અનુ.જાતિ સમાજના અગ્રણીઓને પોલીસતંત્ર સમક્ષ ૪ શખ્શો સામે ગુન્હો નોંધવાની માંગ પછી જ પી.એમ. કરવાની માંગ પર અડગ રહેતા અને ધરણા પર ઉતરતા મંગળવારે બપોરે રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાની ઉપસ્થિતિમાં ૪ શખ્શો સામે અપહરણ, દુષ્કર્મ અને હત્યાની ફરિયાદ નોંધાતા પરિવારજનોએ શંકાસ્પદ હાલતમાં મળી આવેલ યુવતીનું ફોરેન્સિક પીએમ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરાવી ગુરુવારે તેના વતનમાં અંતિમ ક્રિયા કરાઈ હતી સાયરા ગામની યુવતીના મોત પ્રકરણમાં ખોટો કેસ કરી નિર્દોષ યુવકોને ફસાવ્યા હોવાનો આક્ષેપ સામે માલધારી સમાજે રેલી યોજી, જિલ્લા કલેક્ટર અને એસપી ને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી. રવિવારે, સાયરા નજીક વડ પરથી લટકતી હાલતમાં અમરાપુર ગામની ૧૯ વર્ષીય અપહત્ય યુવતીની લાશ મળી આવતા ૬૦ કલાક પછી મોડાસા રૂરલ પોલીસે ૧)બિમલ ભરતભાઈ ભરવાડ( રહે,બાજકોટ) ,૨) દર્શન ભરવાડ (રહે,પીપરાણા) ,૩) સતીશ ભરવાડ (રહે,રમણા) અને ૪)જીગર (રહે,ગાજણ) વિરુદ્ધ ઇપીકો કલમ-૩૦૨,૩૬૬,૩૭૬(ઘ), ૫૦૬(૨) અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી આ અંગે માલધારી સમાજે ગોપાલ હોસ્ટેલથી ન્યાયનીની માંગ સાથે મોટી સંખ્યામાં રેલી યોજી “પોલીસ પર દબાણ કરી કાયદા વિરુદ્ધ પીએમ પહેલા ખોટી એફ.આઈ.આર કરનાર અને કરાવનાર સામે ગુન્હો દાખલ કરો” અને “સાચો ન્યાય કરો યુવાનોને મુક્ત કરો” ના બેનર પ્રદર્શિત કરી ભરવાડ અને ક્ષત્રિયના છોકરાઓ વિરુદ્ધ ષડયંત્ર રચી સમાજ બદનામ થાય તે માટે કેવલસિંહ રાઠોડ અને અમૃત ચમાર તથા વીડિયોમાં વાઈરલ દેખાતા તમામ ઈસમોએ લોકોને ઉશ્કેરણી કરી કાયદાની પ્રક્રિયા પૂર્ણ કરવા દીધા સિવાય ખોટી રીતે સહાય મેળવવાના ઇરાદે ગંભીર આક્ષેપ કરી ખોટી ફરિયાદ કરાવેલ હોઈ તેમના તમામ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને મૃતક યુવતીના મોતની ન્યાયિક તાપસ કરવામાં આવેની જિલ્લા કલેક્ટર અને જીલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી ખોટી ફરિયાદ રદ કરવામાં આવેની માંગ કરી હતી અને ન્યાય નહીં મળેતો મુખ્યમંત્રી અને વડાપ્રધાનને આવેદનપત્ર આપવામાં આવશેનું માલધારી સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું આ રેલીમાં મોટી સંખ્યામાં યુવકો, યુવતીઓ અને મહિલાઓ જોડાઈ હતી માલધારી અને ઠાકોર સમાજની રેલીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.