મોડાસા, તા.૨૬
અરવલ્લી જિલ્લામાંં વોટડા ટોલ પ્લાઝા ઉપર કામ કરતા કર્મચારીઓના ટોલ બુથ ઉપર પેટ્રોલ નાખી સળગાવી નાખવાના ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે. આજરોજ એન.કે. રબારી, પોલીસ ઈન્સ. એલસીબી અરવલ્લી તથા એલસીબી સ્ટાફના માણસો રાજેન્દ્રનગર ચાર રસ્તા રોડ ઉપર વાહન ચેકિંગ નાકાબંધીમાં હતા દરમિયાન સાથેના અ.હે.કો. શંકરજી ધૂળાજીને બાતમી મળેલ કે, આજથી આશરે છએક મહિના અગાઉ વાંટડા (દાવલી) ટોલટેક્સ ઉપર ચાર ઈસમો પ્લાસ્ટિકની બોટલોમાં પેટ્રોલ ભરી લઈ બે મોટરસાઈકલો ઉપર આવી વાંંટડા (દાવલી) ટોલ બુથ ઉપર કામ કરતા ઈસમો ઉપર પેટ્રોલ છાંટી દિવાસળી સળગાવી ચારે ઈસમો પોતાની મોટરસાઈકલો લઈ નાસી ગયેલ જે પૈકીના બે ઈસમો મોટરસાઈકલ નં.જીજે-૦૯-સીયુ-૨૭૭૧ની ઉપર બેસી હિંમતનગર તરફથી મોડાસા તરફ આવનાર છે. જે બાતમી હકીકત આધારે બે ઈસમો મોટરસાઈકલ નં.જીજે-૦૯-સીયુ-૨૭૭૧નું તથા આરોપી નં.૧ સુનીલકુમાર સ/ઓફ માતાદીન સિસોદિયા મૂળ મધ્યપ્રદેશ, હાલ રહે.શિવમ હોસ્પિટલ પાસે, ગાંભોઈ, તા.હિંમતનગર, ર.સિદ્ધાર્થસિંગ ડરૂસિંગ વઘેલ મૂળ રહે.સિહોનિયા (મધ્યપ્રદેશ), હાલ રહે.વિજાપુર જિ.મહેસાણા રાજેન્દ્રનગર ચેકપોસ્ટ ખાતે મળી આવેલ. આજથી છએક મહિના અગાઉ તેઓએ ટોલેટક્ષ ઉપર માસિક રૂપિયા ૧૫,૦૦૦ લેખે રસોઈ બનાવવાનો કોન્ટ્રાક્ટ રાખેલ હતો અને વાંટડા (દાવલી) ટોલટેક્ષના મેનેજર સાથે બોલાચાલી થતાં ટોલટેક્ષના મેનેજરે તેમને ત્યાંથી કાઢી મૂકેલ હતા. જેની અદાવત રાખી વાંટડા (દાવલી) ટોલબુથ સળગાવેલ. ગુનામાં વાપરેલ મોટરસાઈકલ કિ.રૂા.૨૫૦૦૦ની ઉપરોક્ત ગુનાના કામે કબજે લેવામાં આવેલ છે.