(એજન્સી) નવી દિલ્હી,તા.૧ર
એક મીડિયા હાઉસને આપેલી મુલાકાતમાં પાટીદાર નેતા હાર્દિક પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સામે મોરચો માંડયો હતો.
હાર્દિકે જણાવ્યું હતું કે, મોદી અને અમિત શાહ બન્ને જુઠ્ઠાણા ફેલાવવાનું કામ કરી રહ્યા છે. ચૂંટણી પ્રચારમાં લોકોનું ધ્યાન આકર્ષવા તેણે આવા પ્રપંચ કરે છે અયોધ્યામાં રામમંદિર મુદ્દે વાત કરતા હાર્દિકે જણાવ્યું હતું કે, ભાજપ પોતે મંદિર નિર્માણ અંગે દિશાવિહિન છે.
હાર્દિકે જણાવ્યું હતું કે તેમની સભામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. જેનું કારણ એ છે કે લોકોને સત્ય સાંભળવું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વિકાસ ગાંડો થયો છે ઝુંબેશને ટેકો આપતા હાર્દિકે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોઈ પ્રકારનો વિકાસ થયો નથી. ગુજરાતના લોકો પડતી તકલીફોથી સારી રીતે વાકેફ છે. હાર્દિકે જણાવ્યું હતું કે ગુજરાતના લોકો તેમના પ્રચારનું ભાવિ નક્કી કરશે.
દિવસમાં ચાર કલાક ઉંઘયા માટે પ્રખ્યાત હાર્દિકે જણાવ્યું હતું કે તે ગુજરાત માટે જ તનતોડ મહેનત કરી રહ્યા છે રાજકારણમાં ભાવિ અંગે પ્રશ્ન પૂછાતા હાર્દિકે જણાવ્યું હતું કે તેમને લોકોના નિર્ણયમાં શ્રધ્ધા છે. તેમણે જણાવ્યું હતું કે ગત નવમી ડિસેમ્બરે યોજાયેલ પ્રથમ તબક્કાના મતદાનમાં મતદારોએ અમારી તરફેણમાં ચુકાદો આપ્યો છે. લોકોમાં વધતી પ્રસિધ્ધિ અંગે પૂછાતા હાર્દિકે જણાવ્યું હતું કે લોકોને સત્ય સાંભળવું છે જેથી લોકોમાં મારી લોકપ્રિયતા વધતી જાય છે હું, લોકોની સમસ્યા અંગે લોકોની મુશ્કેલી અંગે વાત કરૂં છું જેથી મારી સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. હાર્દિકે જણાવ્યું હતું કે રાજયમાં ખેડૂતો દેવામાં ડૂબેલા છે. બેરોજગારીમાં વધારો થયો છે અમે આવી સમસ્યાઓ સામે અવાજ ઉઠાવીએ છે. સરકાર સમસ્યાઓને અવગણી રહી છે. હાર્દિકે જણાવ્યું હતું કે શિવસેનાના બાળ ઠાકરે મારા આદર્શ છે.
મોદી-અમિત શાહ જૂઠ્ઠા છે, રામમંદિર અંગે દિશાવિહિન છે : હાર્દિક પટેલ

Recent Comments