(એજન્સી) નવી દિલ્હી, તા. ૭
યુવાન શહજાદ પુનાવાલા એકાએક ભાજપના પ્રતીતિપાત્ર બની ગયા છે. કોંગ્રેસીઓ જ્યારે આ વ્યક્તિ કોણ છે એ યાદ કરવા માથું ખંજવાળે છે ત્યારે મોદી અને તેમના ખુશામતખોર અનુયાયીઓ શહજાદને રાહુલ ગાંધીને દેશના ખૂણેખૂણેથી પ્રાપ્ત થયેલ કોંગ્રેસ કાર્યકરોના સમર્થનને નાકામીયાબ બનાવનાર તરીકે જોઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીને મારા શબ્દો તરોડવા-મરોડવાની તક મળતી રહે છે અને આ વખતે પણ મારા શબ્દોથી તેમને હંમેશની માફક બિલકુલ ખોટો દાવો કરવાની તક મળી ગઈ કે મેં રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ બનવાની તુલના મોગલોની વંશવાદી પ્રણાલી સાથે કરી હતી. વાસ્તવમાં મેં કોઈ તુલના કરી ન હતી પરંતુ અંતર બતાવ્યું હતું કે, મોગલ પ્રથાની વિરુદ્ધ કોંગ્રેસમાં લોકતાંત્રિક રીતે નેતા ચૂંટવાની પ્રથા છે. સાથે મેં એવું પણ ઉમેર્યું હતું કે, શહજાદ પુનાવાલાને ૨૪-અકબર રોડ સ્થિત કોંગ્રેસ વડા મથકમાં ચાલતી ચૂંટણી પ્રક્રિયામાં ઉમેદવારી પત્ર ભરવાની છૂટ છે. જો કે મોદીને પોતાનો અભિપ્રાય ધરાવવાનો હક છે. મોદી એવું માને છે કે કોંગ્રેસમાં મોગલ શાસનની જેમ વારસાગત ઉત્તરાધિકારીની પ્રથા જારી છે. મોદીને અલબત્ત, આવી બધી વાતો ગમે છે અને મોદીના સમર્થક મીડિયાઓ પણ આ પ્રકારનો વિવાદ ચગાવીને ટીઆરપી માટે મામલાને વધુ વિવાદી બનાવે છે. આમ મોદી અને મીડિયાએ મારા ઔરંગઝેબ વિધાનને તરોડી-મરોડીને વિકૃત રજૂઆત કરી છે. શહજાદ પુનાવાલાએ પોતાનંુ ઉમેદવારી પત્ર ભર્યું નહીં એમાં રાહુલ ગાંધીનો શું વાંક છે ? કોગ્રેસમાં લોકતાંત્રિક રીતે ઉત્તરાધિકારી ચૂંટવાનો ઇતિહાસ રહ્યો છે. નહેરુએ સ્વયં ઇન્દિરાને પોતાનાં ઉત્તરાધિકારી તરીકે નોમિનેટ કરવા ઈન્કાર કર્યો હતો. નહેરુ ઈચ્છતા ન હતા કે ઈન્દિરા તેમનાં ઉત્તરાધિકારી બને. ચૂંટણી થઈ ત્યારે ઈન્દિરા ગાંધી જીતી ગયાં અને આમ ઉત્તરાધિકારીની આ ચૂંટણી લોકતાંત્રિક રીતે થઈ હતી. – મણિશંકર ઐયર