વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાની વડાપ્રધાન શિન્જો અબે ગુજરાતની યાત્રાએ આવીરહ્યા છે ત્યારે આને લઇને મ્યુનિ. તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે જેના ભાગરુપે રસ્તાઓને વ્યવસ્થિત કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે રસ્તા ઉપરના અડચણરુપ રહેલા હોર્ડિંગ્સ અને અન્ય દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે.
એરપોર્ટથી શાહીબાગ સુધીના રોડને માઈક્રોસરફેસ બનાવાયો
વસ્ત્રાપુર ખાતે આવેલી હોટલ હયાત આસપાસના રસ્તાને માઈક્રોસરફેસ બનાવાયો
શહેરની મધ્યમા આવેલી સીદી સૈયદની જાળી અને મસ્જિદમા નવા રંગ-રોગાન કરવાની કાર્યવાહી
મસ્જિદ આસપાસ આવેલા નડતરરૂપ વૃક્ષોને દુર કરવામા આવ્યા
સીદી સૈયદની જાળીની આસપાસ આવેલી ફૂટપાથને નવેસરથી રંગરોગાન કરી સાફ-સફાઈ
રૂપાલી સિનેમા આસપાસના રસ્તાના ખાડાઓ પુરવામા આવ્યા
વીઆઈપી રૂટ પરના ટ્રાફિક સિગ્નલો રીપેર કરવાની કાર્યવાહી
બ્રિજ ઉપર પડેલા ખાડા પુરી દુરસ્ત કરવામા આવ્યા
સાઈનેઝ તેમજ પેઈન્ટીંગની કાર્યવાહી શરૂ
બમ્પ-ઝીબ્રા ક્રોસીંગને નવા રંગરોગાન શરૂ કરાયા
ફૂટપાથ,બેરીકેડ વ્યવસ્થિત કરી સફાઈની કામગીરી શરૂ કરાઈ
ફોગીંગની કાર્યવાહી ઉપરાંત ગાર્બેજ કલેકશનની કામગીરી શરૂ કરાઈ
બીઆરટીએસ,એએમટીએસના રૂટ ઉપર પણ જરૂરી કામગીરી શરૂ કરી દેવાઈ
રિવરફ્રન્ટ ખાતે ફાયર સેવાની સાથે બોટીંગની કાર્યવાહી વધુ સક્ષમ બનાવવાની કામગીરી શરૂ
રૂટ પરના ગેરકાયદે દબાણો,હોર્ડિંગ્સને એસ્ટેટ વિભાગ દ્વારા દુર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ
રૂટ પર રખડતા કુતરા,ગાય સહિતના ઢોર પકડીને તેને પુરવાની કામગીરી મ્યુનિ.ના ઢોર-ત્રાસ અંકુશ વિભાગને સોંપવામા આવી.