(એજન્સી) બેંગ્લુરૂ, તા.૪
કર્ણાટક રાજ્યમાં યોજાનાર ચૂંટણીના સમયે તેમની બીજી મુલાકાત દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્રં મોદી ગુરૂવારે બેલ્લારીમાં એક મંચ પર રેડ્ડી ભાઈઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેમના રાજ્યમાં ૧ર મેના રોજ યોજાનાર ચૂંટણીને લક્ષમાં રાખી બીજેપીના સૌથી વિવાદાસ્પદ ઉમેદવાર પર પીએમ મોદી ભાર મુકી રહ્યા હોવાના પગલાં તરીકે આ મંચ પર ભાગીદારી કરી હોવાનું જોવામાં આવી રહ્યું છે.
રાજ્યમાં અગાઉ ભારતીય જનતા પાર્ટીની સરકાર દરમ્યાન બેલ્લારીના આર્યન સમૃદ્ધ જિલ્લામાં રેડ્ડી ભાઈઓ-મંત્રીઓ-ધારાસભ્યો પર મોટા પાયે ગેરકાયદે ખનન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
રેડ્ડી ભાઈઓને ફરીથી બેલ્લારીમાં ટિકિટ આપવામાં આવી જે વડાપ્રધાન મોદીની ગુરૂવારની મુલાકાતમાં બીજું સ્ટોપ બની ગયું હતું. કર્ણાટક રાજ્યમાં યોજાનાર ચૂંટણીમાં ખનન ભ્રષ્ટાચાર દોષિત રેડ્ડી ભાઈઓને ફરી વખત ટિકિટ અપાતા કોંગ્રેસે ઝાટકણી કાઢી હતી. બીજેપીના ઉમેદવારોની બીજી યાદીમાં સોમશેખર રેડ્ડી, ગલી કરૂણાકર રેડ્ડી અને બળાત્કારના આરોપ ધરાવતા ભૂતપૂર્વ ગલી જનાર્ધન રેડ્ડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. રેડ્ડી બંધુઓ ટૂંક સમયમાં જ બીજેપી માટે જિલ્લામાં ઝુંબેશ હાથ ધરશે ? ભાજપે તેના પગલાંને સમાધાન તરીકે ગણાવ્યો છે અને આ વિસ્તારમાં પક્ષના વિજયની શ્રેષ્ઠ તક હોવાનો દાવો કર્યો છે. ગુરૂવારે વડાપ્રધાન મોદી આ રેડ્ડી ભાઈઓ સાથે મંચ પર હાજર રહ્યા હતા.
વડાપ્રધાન મોદી બેલ્લારીમાં ભ્રષ્ટાચારના આરોપી રેડ્ડી ભાઈઓ સાથે મંચ પર ઉપસ્થિત રહ્યા

Recent Comments