(એજન્સી) નવી દિલ્હી,તા.ર૧
કોંગ્રેસે રવિવારે એવી માગણી કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કથિત રૂપે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કર્ણાટકમાં વિશ્વાસ મત પહેલાં કોંગ્રેસ અને જેડી (એસ)ના નેતાઓને લાંચ આપીને જે રીતે લલચાવવાનો પ્રયત્ન કર્યો હતો. તે બદલ તપાસના આદેશ આપવા જોઈએ કોંગ્રેસ પ્રવક્તા જયવીર શેરગિલે જણાવ્યું કે, જે ભાજપા નેતાઓએ જાહેરમાં કોંગ્રેસની સાંસદોને ખરીદવાનો પ્રયત્ન કર્યો હતો. તેમની વિરૂદ્ધ તપાસના આદેશ આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ પોતાનો વિરોધ નોંધાવવો જોઈએ. આ ભ્રષ્ટાચારી ભાજપા નેતાઓએ કોંગ્રેસ અને જેડી (એસ)ના મજબૂત ગઠબંધનને તોડવાનો પ્રયત્ન કર્યો છે. ભાજપના બી.એસ. યેદિયુરપ્પાએ અઢી દિવસમાં જ બહુમતી સાબિત નહીં કરી શકવાને પગલે રાજીનામું અપી દીધું હતું. શેરગિલે જણાવ્યું કે, જે રીતે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પહેલાં જણાવ્યું હતું તે રીતે કોંગ્રેસ તેના ભાથીદારો સાથે કામ કરશે અને કોંગ્રેસ વિપક્ષ સાથે મજબૂત ગઠબંધન કરીને કેન્દ્ર સરકારને ભાજપ તેમજ નફરતના રાજકારણમાંથી મુક્ત કરાવશે. ર૦૧૪ના વર્ષમાં ભારતમાં ‘ઘર ઘર મોદી’ નામનું એક સૂત્ર બનાવવામાં આવ્યું હતું અને વર્ષ ર૦૧૯માં કોંગ્રેસ ‘બાય બાય મોદી’ નામના સૂત્રને સાર્થક કરવાનું સુનિશ્ચિત કરશે.