(એજન્સી) નવી દિલ્હી, તા.ર૮
એક તરફ આખો દેશ ભારતીય વાયુસેનાનાં પાયલટ અભિનંદનની સુરક્ષા માટે ચિંતા અને પ્રાર્થના કરે છે અને બીજી તરફ દેશનાં વડાપ્રધાન ચૂંટણી મોડમાં છે અને ભાજપનાં કાર્યકરોને સંબોધી રહ્યા છે.
વિરોધ પક્ષોએ તેમના તમામ કાર્યક્રમો રદ કર્યા છે પણ ભાજપ અને મોદીએ તેમના ચૂંટણી પ્રચારનાં એક પણ કાર્યક્રમો રદ કર્યા નથી. વિરોધ પક્ષોએ નરેન્દ્ર મોદી અને ભાજપ પર આક્ષેપ કર્યો છે કે, તેઓ એર સ્ટ્રાઇકનાં મુદ્દાને રાજકીય રૂપ આપી રહ્યા છે અને ચૂંટણી જીતવા માટે તેનો ઉપયોગ કરી રહ્યાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે એક કરોડ ભાજપ કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. ભાજપનાં નેતાઓએ કહ્યું કે, વિશ્વનો આ સૌથી મોટો વીડિયો કોન્ફરીંગ સંવાદ હશે.ર
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઇ છે ત્યારે નરેન્દ્ર મોદીની પ્રાથમિક્તા શું છે તેના પર વિરોધ પક્ષોએ પ્રહારો કર્યા છે. મોદીએ મેરા બૂથ સબ્સે મજબૂત કાર્યક્રમને સંબોધન કર્યું હતું.
કોંગ્રેસનાં અને આમ આદમી પાર્ટીનાં નેતાઓએ મોદીની ટીકા કરી હતી. કોંગ્રેસે કહ્યું કે, મોદીની પ્રાથમિક્તા જ ખોટી છે. કોંગ્રેસનાં પ્રવક્તા રણદિપ સુરજેવાલાએ કહ્યું કે, જ્યારે સમગ્ર દેશ ભારતીય પાયલોટને સુરક્ષિત પાછા લાવવા માટે પ્રાર્થના કરે છે ત્યારે મોદી રાજકીય રોટલા શેકે છે.”
દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હું પ્રધાનમંત્રીને વિનંતી કરૂં છું કે તેઓ તેમના કાર્યક્રમો પાછા ઠેલે. અત્યારની ઘડીએ સમગ્ર દેશે એક રહેવાની જરૂર છે અને આપણા પાયલોટને પાછા લાવવાની જરૂર છે.”
બસપા સુપ્રિમો માયાવતીએ પણ ટ્વીટ કરીને મોદીની ટીકા કરી હતી.
સમાજવાદી પાર્ટીને નેતા અખિલેશ યાદવે પણ મોદી પર ટોણો મારતા ટ્વીટ લખ્યું કે, તેમને માત્ર રાજકારણ કરતા જ આવડે છે. જાણીતા ખેડૂત નેતા અને રાજકીય વિશ્લેષક યોગેન્દ્ર યાદવે તો ત્યાં સુંધી લખ્યું કે, આ દેશમાં શું થઇ રહ્યું છે. યુદ્ધની આડમાં ચૂંટણી લડવી એ દેશદ્રોહ છે. (સૌ. : ન્યુઝ૧૮)
‘‘આખો દેશ પાયલટ અભિનંદન માટે પ્રાર્થના કરે અને મોદી ચૂંટણી પ્રચાર કરે’’

Recent Comments