(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
શુક્રવારે રામગઢ લિંચિંગ કેસના ૮ અપરાધીઓનું સ્વાગત કર્યું હતું અને તેમને ફૂલહાર કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇ સાલ ૨૭ જૂનના રોજ લગભગ ૧૦૦ જેટલા ગૌરક્ષકોના ટોળાએ પશુઓના વેપારી અલીમુદ્દીન અંસારીની હઝારીબાગ જિલ્લાના રામગઢમાં ધોળે દિવસે હત્યા કરી હતી. સૌૈથી મહત્વની વાત એ છે કે, જયંત સિંહા આઇઆઇટી, હાર્વર્ડ સ્કૂલ ઓફ બિઝનેસ અને મેકિન્સીના પૂર્વ વિદ્યાર્થી છે. જયંતસિંહા હઝારીબાગ લોકસભા બેઠકના સંસદ સભ્ય છે. ટોળા દ્વારા મારમારીને હત્યા કરવાના આ કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટે વિક્રમી પાંચ મહિનામાં સુનાવણી કરીને આ વર્ષે ૨૧ માર્ચના રોજ ૧૧ આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી હતી. કેન્દ્રીય પ્રધાન જયંતસિંહાએ આ કેસમાં પોલીસ તપાસ સામે સવાલ ઉઠાવ્યા છે એ સીબીઆઇ તપાસની માગણી કરી છે. ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા સજા થયા બાદ તમામ અપરાધીઓએ ઝારખંડ હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો અને હાઇકોર્ટ દ્વારા આ ૮ અપરાધીઓને ૨૯ જૂનના રોજ જામીન મળી ગયા હતા. આ ૮ અપરાધીઓ જ્યારે જયપ્રકાશ નારાયણ સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેઓ સીધા જયંતસિંહાના ઘરે ગયા હતા જ્યાં તેમને હારતોરા કર્યા હતા. આ અપરાધીઓ ભાજપ ઓબીસી મોરચાના અધ્યક્ષ અમરદીપ યાદવના નેતૃત્વમાં જયંતસિંહાના ઘરે ગયા હતા. જયંતસિંહાને વખોડી કાઢતા ઝારખંડના પૂર્વ મુખ્યપ્રધાન અને ઝારખંડ મુક્તિ મોરચાના હેમંત શોરેને જણાવ્યું હતું કે, આ એક સંવેદનશીલ મામલો છે અને જયંતસિંહાએ જે કઇ કર્યું તે કોઇ કેન્દ્રીય પ્રધાન માટે શોભાસ્પદ નથી. ઝારખંડ કોંગ્રેસના અધ્યક્ષ અજયરકુમારે જણાવ્યું હતું કે, રાજ્યમાં રઘુવરદાસ અને કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર વચનોને પાળવામાં નિષ્ફળ રહી છે અને બીજી બાજુ ભાજપ હવે કોમી લાગણીઓને ભડકાવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારના તત્વોને કોઇ પણ રીતે સમર્થન આપવું તે વખોડવા યોગ્ય છે. ભાજપનો આ અસલી રંગ છે. તેઓ માત્ર ચૂંટણી જીતવા ઇચ્છે છે ને એટલા માટે તેના નેતા કોઇ પણ મર્યાદાને વટાવી શકે છે. ભાજપના ઓબીસી મોરચાના અધ્યક્ષ અમરદીપ યાદવે જણાવ્યું હતુું કે, જયંતસિંહા હંમેશા એવું માનતા આવ્યા છે કે, આ લોકો નિર્દોષ છે અને તેમને ફસાવવામાં આવ્યા છે એટલા માટે તેમણે પોતાની યથાશક્તિ આ લોકોને કાનૂની અને આર્થિક મદદ કરી હતી. નિર્દોષ લોકોને સહયોગ આપવામાં કશું અયોગ્ય નથી.

ઝારખંડ લિન્ચિંગના દોષિતોને માળા પહેરાવ્યા બાદ ટીકા થતાં જયંત સિંહાએ કહ્યું, ‘કાયદાનો આદર’ કર્યો

ઝારખંડના રામગઢમાં લિન્ચિંગના આઠ અપરાધીઓને જેલમાંથી જામીમ મળ્યા બાદ તેમને આવકારવા અને તેમનું ફૂલહારથી સ્વાગત કરવા બદલ વિવાદમાં સપડાયેલા કેન્દ્રીય મંત્રી જયંતસિંહાએ તેમણે પોતાનો બચાવ કરતાં ટિ્‌વટ કર્યું હતું કે, તેઓ ‘કાયદાની પ્રક્રીયાનું સન્માન’ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, હવે તેઓ ખુશ છે કે, હાઇકોર્ટ હવે આ કેસમાં સુનાવણી કરશે તેમાં તેમણે ‘દરેક અપરાધીને આજીવન કરાવાસની સજાના ફાસ્ટટ્રેક કોર્ટના ચુકાદાને ખોટો ઠેરવ્યો’ હતો. કાયદાની તરફેણ કરતાં સિંહાએ ‘કોઇપણ પ્રકારની ગૌરક્ષા’ અને ‘તમામ પ્રકારની હિંસા’ને વખોડી હતી. ઉલ્લેખનીય છે કે, ઝારખંડના રામગઢમાં હઝારીબાદ સંસદીય વિસ્તારમાં ગયા વર્ષે ૨૭મી જુને આશરે ૧૦૦ જેટલા ગૌરક્ષકોના ટોળાએ અલીમુદ્દીન અન્સારીની ગૌહત્યાની શંકામાં હત્યા કરી નાખી હતી. સિંહા હઝારીબાગથી સાંસદ હોવાથી તેમણે આરોપીઓનું સન્માન કર્યું હતું.

કેન્દ્રીય મંત્રી જયંત સિંહાએ લિન્ચિંગ સાથે ભાજપની સંડોવણી ખુલ્લી પાડી

ભાજપ અને ટોળા દ્વારા ભાજપની સંડોવણી ખુદ કેન્દ્રીય મંત્રીએ જ ખુલ્લી પાડી હોય તેવી પ્રતીત થઇ રહ્યું છે જેમણે દોષિતોને મદદ કરવાની સાથે જ તેમને જામીન મળ્યા બાદ ઘરે બોલાવી સન્માન પણ કર્યું છે. તદ્‌ઉપરાંત જયંત સિંહાએ દોષિતોનું સન્માન કરવા બદલ કાયદાકીય પ્રક્રીયાનું આદર કરવાની વાત કરીને વધુ વિવાદને આમંત્રણ આપ્યું છે. જોકે ત્યારબાદ તેમની ટીકાઓ શરૂ થઇ ગઇ હતી તેથી તેમણે પોતાના નિવેદનને યોગ્ય ઠેરવવા માટે કહ્યું હતું કે, તેઓ હિંસાને સમર્થન કરતા નથી અને કહ્યું હતું કે, કોઇને પણ કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી અને ગુનેગારોને સજા મળીને રહેશે.

‘ભાજપની વિચારધારા સામાજિક માળખાને ચીથરેહાલ કરી રહી છે’ : લિન્ચિંગના દોષિતોના ‘સન્માન’ બદલ રાજ્યકક્ષાના મંત્રી જયંત સિંહા પર પ્રહાર

કેન્દ્રીય મંત્રી જયંત સિંહાએ ઝારખંડમાં દોષિતોને મદદ કરવાની સાથે જ તેમને જામીન મળ્યા બાદ ઘરે બોલાવી સન્માન પણ કર્યું છે. તદ્‌ઉપરાંત જયંત સિંહાએ દોષિતોનું સન્માન કરવા બદલ કાયદાકીય પ્રક્રીયાનું આદર કરવાની વાત કરીને વધુ વિવાદને આમંત્રણ આપ્યું છે. એક તરફ જયંત સિંહાની આકરી ટીકાઓ થઇ રહી છે જ્યારે ભાજપના અન્ય નેતાઓ મોઢું સીવીને બેઠા છે. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને ભારતમાં ગાય બાબતોમાં લિન્ચિંગ કરી મોતને ઘાટ ઉતારનારાઓનું સન્માન કરવા બદલ જયંત સિંહા પર પ્રહાર કર્યા હતા.ઝારખંડના કોંગ્રેસના અધ્યક્ષ અજોય કુમારે કહ્યું કે, મોદી મંત્રી મંડળમાં સૌથી શિક્ષિત મંત્રીએ નિર્દોષના હત્યારા દોષિતોનું સન્માન કર્યું એ સૌથી આઘાતજનક છે. જોકે ત્યારબાદ તેમની ટીકાઓ શરૂ થઇ ગઇ હતી તેથી તેમણે પોતાના નિવેદનને યોગ્ય ઠેરવવા માટે કહ્યું હતું કે, તેઓ હિંસાને સમર્થન કરતા નથી અને કહ્યું હતું કે, કોઇને પણ કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી અને ગુનેગારોને સજા મળીને રહેશે.

હવે નાલાયક પુત્રનો લાયક પિતા : યશવંતસિંહા

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંતસિંહાને પોતાના પુત્ર અને કેન્દ્રીય પ્રધાન જયંતસિંહા દ્વારા ઝારખંડમાં મોબ લિંચિંગના દોષતોને માળા પહેરાવવાનું ખરાબ લાગ્યું છે. આ કૃત્ય બદલ તેમણે પોતાના પુત્રની આકરી ટીકા કરી છે. યશવંતસિંહાએ ટિ્‌વટ કરીને કહ્યું કે તેઓ પોતાના પુત્રના આ કૃત્યનું સમર્થન કરી શકતા નથી. યશવંતસિંહાએ ટિ્‌વટ કરીને લખ્યું છે કે થોડાક સમય પહેલા હું લાયક પુત્રનો નાલાયક પિતા હતો પરંતુ હવે રોલ બદલાઇ ગયો છે. હવે હું નાલાયક પુત્રનો લાયક પિતા છું. આ ટિ્‌વટર છે. હું પોતાના પુત્રના કૃત્યને જાયઝ ઠરાવી શકતો નથી પરંતુ હું જાણું છું તેમ છતાં મને ગાળો સાંભળવા મળશે. તમે ક્યારેય જીતી શકતા નથી. નોંધનીય છે કે ટ્રોલર્સ પહેલા યશવંતસિંહાને લાયક પુત્રના નાલાયક પિતા ગણાવીને ટ્રોલ કરતા રહ્યા છે. નોંધનીય છેે કે ગયા વર્ષે રામગઢમાં મીટના એક વેપારી મોહમ્મદ અલીમુદ્દીનને ટોળાએ ગૌહત્યાનીે શંકાએ ક્રૂર રીતે માર મારીને મારી નાખ્યો હતો. આ કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટે ચાલુ વર્ષે માર્ચમાં ૧૧ આરોપીઓને દોષિત ઠરાવ્યા હતા પરંતુ ગત સપ્તાહે રાંચી હાઇકોર્ટે તેમનામાંથી ૮ની આજીવન કારાવાસની સજા પર સ્ટે મુકીને જામીન પર છોડી દીધા હતા.