અમદાવાદ, તા.૬
વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે વિવિધ આંદોલનનો સામનો કરી રહેલ ભાજપા માટે રાજ્યમાં આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ‘જાદુ’ પણ કારગત નીવડે તેમ દેખાતું નથી. એકલા ‘મોદી મેજીક’ના નામે તરી જવા માગતી ભાજપા માટે આ વખતની ગુજરાતની ચૂંટણીમાં સભા અને રેલીઓમાં ભીડ એકઠી કરવી મુશ્કેલ બની રહી છે જ્યારે મોદીની સભામાં જ ભીડ ન હોય તો અન્ય નેતાઓની સભાનું તો પૂછવું જ શું ? તા.૩ ડિસેમ્બરના રોજ આમોદ ખાતેની મોદીની સભા ખૂબ મોડી શરૂ થવાને કારણે હોય કે ગમે-તે પણ ઘણી બધી ખુરશીઓ ખાલી જોવા મળી હતી જેનો અંદાજ ખુદ ભાજપને પણ નહીં હોય એક તરફ તો મોદીની સભા ચાલી રહી હતી જ્યારે બીજી તરફ માંડ-માંડ એકઠી થયેલી ભીડ સભા છોડી જઈ રહી હતી ત્યારે આ જ સભામાં મોટાભાગની ખુરશીઓ ખાલી રહી હતી. એને ‘મોદી મેજીક’ ઓસરી રહ્યાનું લોકો ચર્ચી રહ્યા છે. બીજી તરફ અમિત શાહ, મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સભાઓમાં પણ ખુરશીઓ ખાલી રહેવાની ઘટનાઓ સામે આવી રહી છે. જે ભાજપા માટે ચિંતા ઉપજાવનારું તો ખરું જ.
‘મોદી મેજીક’ ઘટ્યો ? અનેક સભાઓમાં ખુરશીઓ ખાલી

Recent Comments