(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
નફરત ફેલાવનારા ભાષણો, ધમકીઓ ઉત્તેજના અને હુમલાઓ દ્વારા એક ભયાનક વાતાવરણ સર્જવામાં આવી રહ્યું છે. તેનો હેતુ એ છે કે દરેક ભારતીયોને ભય બતાવીને એક પ્રકારની જીવનશૈલી અપનાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવે કે જે સમાન આસ્થા અને સાંસ્કૃતિક વ્યવહાર પર આધારિત હોય.
જેવું કે આપણે જાણીએ છીએ કે ભારતમાં ઝડપથી નફરત અને કટ્ટરતા ફેલાવવામાં આવી રહી છે અને હવે આ સામાન્ય બાબત થઈ ગઈ છે. નફરત ફેલાવવાની આ કાર્યવાહીને શક્તિશાળી ઉચ્ચ નેતૃત્વ દ્વારા સમર્થન મળી રહ્યું છે જે લોકોને જાહેરમાં પોતાની કટ્ટરતા અને નફરતને બહાર લાવવાનું વાતાવરણ પૂરૂં પાડી રહ્યું છે. ૭૦ વર્ષ પહેલાં સમાનતાવાદી એકતાના આધારે બહુમતવાદી, માનવીય અને સમગ્ર લોકશાહી રાષ્ટ્ર બનાવવા માટે જ્યારે આપણે સાથે આવ્યા તો આપણે શોષણ કરાયેલ, અપમાન કરાયેલ જાતિઓ અને મહિલાઓની વિરૂદ્ધ ક્રૂરતા અને અલગતાના ઈતિહાસને પાછળ છોડી દેવાનો સંકલ્પ કર્યો અને એવો દાવો કર્યો કે આપણે સભ્યતાના ઈતિહાસનો મોટો ભાગ વિવિધતા અને સહિષ્ણુતાની સાથે સહજ હતો. આપણે જે બંધારણ પોતાને આપ્યું તેમાં તે વચન સહજ હતું કે આ રાષ્ટ્ર તે દરેક લોકોનું છે કે જેઓ અહિંયા જન્મ્યા છે અને જેમણે તેની પસંદગી કરી છે ભલે પછી તે કોઈપણ આસ્થા જાતિ, લિંગ અથવા વર્ગ સાથે સંબંધ ધરાવતા હોય. આ સમાનતાવાદી, લોકશાહી, માનવીય રાજદ્વારી સંકલ્પ દરેક લોકોથી ભેદભાવ વગર સમાન રૂપે રક્ષા કરશે અને જેમણે પણ અહીં જન્મ લીધો અથવા આ ધરતીને પસંદ કરી તેમને જીવનમાં ન્યાયી રીતે તક મળે તે સુનિશ્ચિત કરશે. પરંતુ આજે મોદીના ભારતમાં મુસલમાનો અને ઈસાઈઓ પર એક સંકટ છે કે તેઓ દ્વિતીય વર્ગના નાગરિકો બનીને ના રહી જાય. દરેક સ્થળે પછી તે માર્ગ હોય, કાર્ય સ્થળ હોય, લોકોના ઓરડા હોય, પાડોશીઓનું ઘર હોય, ટેલિવિઝન સ્ટુડીઓ હોય અથવા ઈન્ટરનેટ હોય, ત્યાં માત્ર મુસ્લિમો જ નહીં પરંતુ દલિતો, ઈસાઈઓ, આદિવાસીઓ, મહિલાઓ આફ્રિકીઓ, પૂર્વોત્તરના લોકો અને ઉદારવાદીઓની વિરૂદ્ધ નફરત ફેલાવનારી ભાષા અને ભીડની હિંસાને પ્રોત્સાહન આપવાનું વાતાવરણ સર્જવામાં આવી રહ્યું છે. નફરત ફેલાવનારા ભાષણો, ધમકીઓ જેવા મુશ્કેલીના સમય સામે ઝઝૂમવાના કેસમાં ભારતના લોકો એકલા નથી. આ સમય સમગ્ર વિશ્વમાં અશાંતિનો છે. દુનિયાના ઘણા દેશ નફરત અને કટ્ટરતાની જાળમાં ફસાઈ ગયા છે. એક પછી એક ઘણા દેશોમાં એવા નેતાઓ આવી રહ્યા છે અને લોકો તેમને પસંદ કરી રહ્યા છે. જેઓ એકાધિકારવાદી, ઉગ્ર-રાષ્ટ્રવાદી, વિસ્થાપિતો, લઘુમતીઓ અને ઈસ્લામના વિરોધી અને ગરીબો પ્રત્યે સહજે પણ કાળજી દાખવતા નથી. એકાધિકારવાદી તાનાશાહોએ એકાધિકારવાદી નેતાઓને આગળ વધાર્યા છે, જેમને મતદાતાઓના પૂરતા ભાગોનું સમર્થન પણ પ્રાપ્ત છે જેનાથી આ નેતાઓ સત્તા મેળવી રહ્યા છે. અથવા તો જેવું ફ્રાન્સમાં થયું, તેઓ સત્તા મેળવવાની ખૂબ નજીક પહોંચી રહ્યા છે. ઘણા દેશોમાં જ્યાં મુસ્લિમ વસ્તી બહુમતી ધરાવે છે તે દેશોના નાગરિક પણ એકાધિકારવાદી સત્તાને આધિન રહે છે જે લઘુમતીઓની રાજકીય અને ધાર્મિક અસહમતિ પ્રત્યે અસહિષ્ણુ છે. દુનિયાની બે મોટી લોકશાહી ભારત અને અમેરિકા અને યુરોપનો એક મોટો ભાગ પણ મુસ્લિમ નામવાળા લોકો માટે એક ધમકી આપનારી અને પ્રતિકૂળ સ્થાન બની રહ્યું છે. વિશ્વના ઘણા દેશોમાં મુસ્લિમ રૂપે જન્મ લેવો કલંક, ભેદભાવ, અલગતા અને હિંસાની લટકતી તલવારના અસહય અને અન્યાયી બોજ સાથે જીવવા બરાબર છે. આજના ભારતમાં આપણે જોઈ રહ્યા છીએ કે કેવી રીતે મુસલમાનો, ઈસાઈઓ અને ઘણા દલિત લોકોને વ્યવસ્થિત રીતે સમાન નાગરિકતાથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. ભારતીય બંધારણના સંકલ્પોનો વિનાશ ભારતીય રાજદ્વારી અને રાજ્ય સંસ્થાઓ દ્વારા પૂરતો વિરોધના કરવાને કારણે થયો, જેમાં ન્યાયાલય, મીડિયા અને સામાન્ય જનતા પણ સામેલ છે. આ બાબત મારામાં મોટી તકલીફ અને અસંતોષ પેદા કરે છે. આ દરેકમાં મને એક જૂટતાની ભાવનાની અસફળતા જોવા મળી રહી છે. હું એવું માનું છું કે આપણી વચ્ચે ચાલનારો આ સંઘર્ષ એક નિર્ણાયક યુગમાં પહોંચી ગયો છે.