(એજન્સી) મુંબઈ, તા.૬
કેન્દ્રીય સામાજિક ન્યાયમંત્રી આઠવલેએ કહ્યું છે. દલિત શબ્દના સ્થાને અનુસૂચિત જાતિ શબ્દનો પ્રયોગ કરવાના કેન્દ્રના નિર્ણયની સામે તેઓ સુપ્રીમ કોર્ટ જશે. કેન્દ્ર સરકારે બોમ્બે હાઈકોર્ટની નાગપુર ખંડપીઠના આદેશ પર પરિપત્ર બહાર પાઠવ્યો છે. રામદાસ આઠવલેએ કહ્યું કે, અમારું દલિત પેન્થર્સ આંદોલન હતું. જેણે દલિત શબ્દને ગર્વ સાથે પ્રયોગ કરવાનું શરૂ કર્યું. દલિત શબ્દ દરેક પછાત વર્ગના લોકો માટે કરવામાં આવે છે. આ શબ્દ અપમાનજનક નથી. કેન્દ્રીય સૂચના મંત્રાલયે દલિત શબ્દના નામે અનુસૂચિત જાતિ શબ્દના પ્રયોગ માટે એડવાઈઝરી જાહેર કરી હતી. પંકજ મેશરામની અરજી પર નાગપુર ખંડપીઠે આવું કરવાનો નિર્દેશ આપ્યો. દલિત શબ્દ સંવિધાનમાં નથી તેથી તેના ઉપયોગથી બચવા જણાવ્યું હતું.