(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૯
સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના વિરૂદ્ધ લાંચ કેસની તપાસ કરી રહેલા સીબીઆઇના અડધી રાતની બદલીમા નાગપુરટ્રાન્સફર કરી દેવાયેલા સિનિયર અધિકારીએ સોમવારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને પોતાની બદલીને મનસ્વી, પ્રેરિત અને બદઇરાદાપૂર્વકની ગણાવી હતી. આઇપીએસ અને સીબીઆઇ બ્રાન્ચના ડીઆઇજી તથા હાલ નાગપુર ટ્રાન્સફર કરી દેવાયેલા મનિષ સિંહાએ આરોપ લગાવ્યો છે કે, આ કેસમાં નરેન્દ્ર મોદી સરાકરમાં મંત્રીને કરોડો રૂપિયાની લાંચ અપાઇ છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે, રાકેશ અસ્થાનાના ઘરની સીબીઆઇ સર્ચને અજીત ડોવાલે અટકાવી હતી. અસ્થાના વિરૂદ્ધ જે બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ હતી જેમાં સિંહા અધ્યક્ષ હતા અને તેમાં તપાસ કરી રહ્યા હતા. જોકે, ૨૪મી ઓક્ટોબરની વહેલી સવારે સીબીઆઇ ડિરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાને રજા પર ઉતારી દેવાયા તેજ દિવસે તેમની નાગપુર બદલી કરી દેવાઇ હતી. એડવોકેટ સુનિલ ફર્નાન્ડીઝ મારફત દાખલ કરેલી અરજીમાં સિંહાએ કહ્યું કે, કેટલાક શક્તિશાળી લોકો વિરૂદ્ધ તપાસમાં મજબૂત પુરાવા મળતા મનસ્વી, પ્રેરિત તથા બદઇરાદાપૂર્વક તેની બદલી કરાઇ તથા અધિકારીને પીડિત બનાવાયા છે. મનિષ સિંહાએ પોતાનીઅરજીમાં ઘણા દિગ્ગજ લોકોના નામનો ખુલાસો કર્યો છે. સિંહાએ દાવો કર્યો હતો કે, ૨૦મીઓક્ટોબરની બપોરે સતિશ સાના સીબીઆઇની કચેરીએ આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, જુન ૨૦૧૮ના પ્રથમ પખવાડિયામાં તેણે ભારત સરકારમાં કોલસા અને ખાણ રાજ્ય મંત્રી હરિભાઇ પાર્થીભાઇ ચૌધરીને કેટલાક કરોડ રૂપિયા આપ્યા હતા. સિંહા અનુસાર હરિભાઇએ કર્મચારી મંત્રીની કચેરી દ્વારા સીબીઆઇના સિનિયર અધિકારીઓ વચ્ચે દખલ કરી હતી.
CBI અધિકારીએ સુપ્રીમ કોર્ટમાં મોદી સરકાર વિરૂદ્ધ ધડાકો કર્યો

Recent Comments