(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
એક મોટો અને મહત્વનો ચુકાદો જાહેર કરતાં સુપ્રીમ કોર્ટે નિજતા અધિકાર એટલે કે રાઈટ ટુ પ્રાઈવેસીને મૂળભૂત અધિકાર તરીકે ગણાવ્યો છે.સુપ્રીમ કોર્ટે રાઈટ ટુ પ્રાઈવેસીને મૌલિક અધિકારોનો હિસ્સો ગણાવ્યો છે. સુપ્રીમની નવ જજોની બંધારણીય ખંડપીઠે ૧૯૫૪ અને ૧૯૬૨ માં આપવામાં આવેલા ચુકાદાને ઉલટાવી દેતાં કહ્યું કે રાઈટ ટુ પ્રાઈવેસી મોલિક અધિકારો હેઠળ પ્રદાન કરવામાં આવેલા જીવનના અધિકારનો જ એક ભાગ છે. રાઈટ ટુ પ્રાઈવેસી બંધારણની કલમ ૨૧ હેઠળ આવે છે. હવે લોકોની ગુપ્ત માહિતી જાહેર થઈ શકતી નથી.
સુપ્રીમના ચુકાદા અંગે મહત્વના ૧૦ મુદ્દાઓ
૧. રાઈટ ટુ પ્રાઈવેસી મોલિક અધિકારો હેઠળ પ્રદાન કરવામાં આવેલા જીવનના અધિકારનો જ એક ભાગ છે.કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે જજોએ ગોપનીયતાને મૂળભૂત અધિકાર ગણાવ્યો છે પરંતુ તે કેટલાક વ્યાજબી પ્રતિબંધોને અધીન હોવા જોઈએ.
૨. ગુરૂવારે જાહેર કરવામા ચુકાદામા સુપ્રીમે નિજતાને મોલિક અધિકાર ગણાવ્યો છે. કોર્ટની ૯ સભ્યોની એક ખંડપીઠે રાઈટ ટુ પ્રાઈવેસી પર છ ચુકાદાઓ લખ્યાં હતા પરંતુ ગુરુવારે કોર્ટેમાં તમામ ચુકાદાનો એક સાર વાંચવામાં આવ્યો હતો.
૩. સુપ્રીમ કોર્ટે ગોપનીયતાને મોલિક અધિકાર ગણાવ્યો આ ઐક ઐતિહાસીક ચુકાદો છે. આ ચુકાદા બાદ હવેથી સરકારનો એક એક કાયદો નિજતાની કસોટી હશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે નિજતાનો અધિકાર જીવનના અધિકાર જેવો મોલિક અધિકાર છે.
૪. કોર્ટે કહ્યું કે કોઈ પણ મોલિક અધિકાર સંપૂર્ણ હોતો નથી. તેથીનિજતાનો અધિકાર પણ સંંપૂર્ણ ન હોઈ શકે. બંધારણીય ખંડપીઠેના ૯ જજોમાંથી ચાર ચીફ જસ્ટીસ ખેહર, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટીસ આરકે અગ્રવાલ અને જસ્ટિસ એસ અબ્દુલ નજીરે ચુકાદામાં કહ્યું કે નિજતા કોઈ અભિજાત્ય અભિગમ નથી જે ફક્ત અમીર માટે હોય પરંતુ ગોપનીયતાનો અધિકાર સમાજના તમામ વર્ગોની અપેક્ષા છે.
૫. સિવિલ અથવા તો રાજકીય અધિકારોને સામાજિક આર્થિક અધિકારો હેઠળ ન રાખી શકાય. સુપ્રીમ પોતાના ચુકાદમાં કહ્યું કે સ્વાધીનતા અને સ્વતંત્રતાથી ભારતની લોકશાહીને તાકાત મળે છે.
૬. દરેક સામાન્ય નાગરિક માટે ગોપનીયતાનો અધિકાર છે પછી ભલેને તે અમીર હોય કે ગરીબ. લગ્ન કરીને બાળકો પેદા કરવા તથા પરિવાર રાખવાના કેસો નિજતા સાથે જોડાયેલા છે. મહિલાઓ અને પુરુષોને ખુશી ગોપનીયતાથી મળે છે.
૭. દેશમાં ગોપનીયતાને બંધારણમાં રક્ષિત કરવામાં આવેલો છે. સરકારે ડેટા પ્રોટેક્શન માટે એક એવો કાયદો લાવવો જોઈએ કે જે સામાન્ય નાગરિકોના હિતો અને સરકારના હિતોની વચ્ચે સંતુલન બનાવી શકે. આ કેસમાં અરજદાર અને સુપ્રીમના નામાંકિત વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટની બહાર કહ્યું કે કોર્ટે ગોપનીયતાને મૂળભૂત અધિકાર ગણ્યો છે. અને કહ્યું છે કે આ બંધારણની કલમ ૨૧ હેઠળ આવે છે.
૮. સરકારે એવુ કહ્યું કે ટેક્ષ રિટર્ન, બેન્ક ખાતું ખોલાવવા કે લોન મેળવવા માટે તથા રોકડ લેવડદેવડ કરવા માટે આધાર જરૂરી છે. ૨૦૦૯ માં તત્કાલિન યુપીએ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા આધાર પ્રોગ્રામને કારણે નાગરિકોની સ્વતંત્રતા પર જોખમ ખડું થયું છે તેવા સૂચનો સરકારે ફગાવી દીધાં છે.
૯. કેન્દ્ર સરકારે ગોપનીયતા પર સુપ્રીમના ચુકાદાનું સ્વાગત તો કર્યું છે પરંતુ સાથે ચુકાદા પર આડકતરી રીતે આંગળી પણ ઉઠાવી. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે સુપ્રીમના ચુકાદા પર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું કે સરકાર કોર્ટના ચુકાદાનું સ્વાગત પરંતુ ગોપનીયતા સંપૂર્ણ અધિકાર નથી
૧૦. એવો પણ ડર વ્યક્ત કરવામાં આવ્યો કે સરકાર દ્વારા ડેટાનો દુરપયોગ થઈ શકે છે સરકારે એવી દલીલ કરી કે ભારતીયોને ગોપનીયતાનો કોઈ અધિકાર નથી. સરકારી વેબસાઈટ સહિત બીજી રીતે પણ આધાર કાર્ડની વિગતો લીક થતી રહી છે.
ગોપનિયતા પરનો સુપ્રીમનો ચુકાદો મને અને તમને કેવી રીતે અસર કરી શકે ? ૧૦ મુદ્દાઓ
(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
સુપ્રીમ કોર્ટે નિજતા અધિકાર એટલે કે રાઈટ ટુ પ્રાઈવેસીને મૂળભૂત અધિકાર તરીકે ગણાવ્યો છે.સુપ્રીમ કોર્ટે રાઈટ ટુ પ્રાઈવેસીને મૌલિક અધિકારોનો હિસ્સો ગણાવ્યો છે.સુપ્રીમની નવ જજોની બંધારણીય ખંડપીઠે કહ્યું કે ગોપનીયતા જીવન અને સ્વતંત્રતાના અધિકાર હેઠળ આવે છે. કોર્ટે સરકારની દલીલોને ફગાવી દીધી હતી. અરજદારોએ સરકારના બાયોમેટ્રિક પ્રોગ્રામોને કોર્ટમાં પડકાર્યાં હતા.
૧૦ મુદ્દાઓ
૧. ન્યાયાધિશોએ કહ્યું કે ગોપનીયતાનો અધિકાર દરેક નાગરિકના જીવનનો અભિન્ન હિસ્સો છે. સુપ્રીમની નવ જજોની બંધારણીય ખંડપીઠે અગાઉના સુપ્રીમના ચુકાદાને ઉલટાવી નાખ્યાં હતા.
૨. કોર્ટે કહ્યું કે ૧૯૫૪ અને ૧૯૬૨ માં આપવામાં આવેલા ચુકાદાને ઉલટાવી દેતાં કહ્યું કે રાઈટ ટુ પ્રાઈવેસી મોલિક અધિકારો હેઠળ પ્રદાન જીવનના અધિકારનો જ એક ભાગ છે.
૩. આ કેસના અરજદાર સાજન પૂવૈય્યાએ કહ્યું કે રાજ્ય સરકારો જે પણ નિર્ણય કરે તેની ચકાસણી થશે અને તે આધારે તેની કસોટી લેવામાં આવશએ. રાજ્યોની સત્તા પર થોડે અંશે કાપ મૂકવામાં આવ્યો છે.
૪. સરકારનું વલણ ફગાવી દેતા કોર્ટે કહ્યું કે ગરીબોને કોઈ અધિકાર નથી તેવી કહેવતને અધિકારોનો ભંગ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલી છે. ઈતિહાસ આ વાતનો સાક્ષી છે.
૫. અરજદારો વતી કેસ લડનાર એક વકીલ ઉપાધ્યાય બેનરજીએ કહ્યું કે ચુકાદામાં સ્પષ્ટ જાહેર કરવામાં આવ્યું કે ગોપનીયતા મૂળભૂત અધિકાર છે. બેનરજીએ કહ્યું કે અરજદારોને ચિંતા હતી કે આધાર યોજનાની વિગતોને લીક કરવામાં આવી રહી છે અને તેના પર ખતરો તોળાઈ રહ્યો છે.
૬. બેનરજીએ કહ્યું કે આજનો ચુકાદાને કારણે આધાર પર કોઈ અસર પડશે નહીં. કારણ કે આ કેસ બીજી ખંડપીઠ દ્વારા સાંભળવામાં આવી રહ્યો છે.
૭. બીજા એક અરજદાર આર ચંદ્રશેખરે કહ્યું કે માહિતીના દુરપયોગની સામે નાગરિકોનું રક્ષણ કરવામાં આવશે.
૮. સુપ્રીમના ચુકાદાને કારણે બીજા ઘણા કેસો પર અસર પડશે તે નક્કી છે. જેમાં ભારતીય વોટ્‌સએપ ઉપભોક્તાઓની વિગતો મેળવવા ફેસબુકના પ્રયાસને પડકારવા. આ પ્રયાસને ગોપનીયતાનો ઉલ્લંઘન સમાન ગણવામાં આવ્યું.
૯. સરકારે એવુ કહ્યું કે ટેક્ષ રિટર્ન, બેન્ક ખાતું ખોલાવવા કે લોન મેળવવા માટે તથા રોકડ લેવડદેવડ કરવા માટે આધાર જરૂરી છે. ૨૦૦૯ માં તત્કાલિન યુપીએ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા આધાર પ્રોગ્રામને કારણે નાગરિકોની સ્વતંત્રતા પર જોખમ ખડું થયું છે તેવા સૂચનો સરકારે ફગાવી દીધાં છે.
૧૦. ગોપનીયતા પરના ચુકાદો ડીએનએ બેઝ્‌ડ ટેકનોલોજી બીલ ૨૦૧૭ પર અસર પાડી શકે છે. આ બીલ સરકારને ડીએનએ આધારે ડેટા બેન્ક તૈયાર કરવાની તથા તેને ફોરેન્સીક હેતુઓ માટે ઉપયોગમાં લેવાની મંજૂરી આપી શકે છે.
કોર્ટના ચુકાદાનું સ્વાગત પરંતુ ગોપનિયતા સંપૂર્ણ અધિકાર નથી : સરકાર
(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
કેન્દ્ર સરકારે ગોપનીયતા પર સુપ્રીમના ચુકાદાનું સ્વાગત તો કર્યું છે પરંતુ સાથે ચુકાદા પર આડકતરી રીતે આંગળી પણ ઉઠાવી છે. કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે સુપ્રીમના ચુકાદા પર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું કે સરકાર કોર્ટના ચુકાદાનું સ્વાગત પરંતુ ગોપનીયતા સંપૂર્ણ અધિકાર નથી. સુપ્રીમની નવ જજોની બંધારણીય ખંડપીઠે ૧૯૫૪ અને ૧૯૬૨ માં આપવામાં આવેલા ચુકાદાને ઉલટાવી દેતાં કહ્યું કે રાઈટ ટુ પ્રાઈવેસી મોલિક અધિકારો હેઠળ પ્રદાન કરવામાં આવેલા જીવનના અધિકારનો જ એક ભાગ છે. રાઈટ ટુ પ્રાઈવેસી બંધારણની કલમ ૨૧ હેઠળ આવે છે. પ્રસાદે કહ્યું કે સરકારનો સ્પષ્ટ મત છે કે પ્રાઈવેસી મૂભળૂત અધિકાર હોવો જોઈએ પરંતુ ગોપનીયતા એ કોઈ સંપૂર્ણ અધિકાર નથી, તે કેટલાક વ્યાજબી પ્રતિબંધોને અધીન હોવો જોઈએ. ોંગ્રેસે રાઈટ ટુ પ્રાઈવેસી પર સુપ્રીમના ચુકાદાનું સ્વાગત કર્યું છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નિજતાને અધિકારને મૌલિક અધિકાર તરીકે ગણનાર સુપ્રીમના ચુકાદાને દરેક ભારતીયની જીત ગણાવી છે. આ મુદ્દે ભાજપ પર નિશાન સાધતાં રાહુલે કહ્યું કે સુપ્રીમનો ચુકાદાઓ ફાસીવાદી તાકતોને મોટા ઝટકા સમાન છે. સુપ્રીમના ચુકાદા બાદ સરકારની ટીકા કરનાર વિપક્ષને આડે હાથે લેતા પ્રસાદે કહ્યું કે કોંગ્રેસવાળા અમારી પર હુમલો કરી રહ્યાં છે ડાબેરીઓએ પણ તેમને સાથ આપ્યો છે. પરંતુ હું હું જાણવા માંગું છું કે જ્યારે લોકોની અંગત સ્વતંત્રાની સુરક્ષાની વાત આવે છે ત્યારે કોંગ્રેસનો રેકોર્ડ શું છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ સુપ્રીમના ચુકાદાને સરકારના બેલગામ અતિક્રમણ પર ફટકા સમાન ગણાવ્યો છે.
સુપ્રીમનો ચુકાદો સરકારની નિરંકુશ તરાપ અને લોકોની જાસૂસી પર ફટકા સમાન : સોનિયા

ગોપનીયતા અધિકાર : જસ્ટીસ ડીવાય ચંદ્રચુડે કટોકટી દરમ્યાન સ્વતંત્રતા હક પરના પિતાના ચુકાદાને ઉલટાવી નાખ્યો
(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
ગોપનીયતા મૂળભૂત અધિકાર છે તેવો ચુકાદો આપનાર નવ જજોની ખંડપીઠમાં એક એવા જજ પણ સામેલ હતા કે જેમણે અગાઉ પોતાના જ પિતા દ્વારા જાહેર કરવામાં આવેલા ચૂકાદાને ઉલટાવી નાખ્યો હતો. આ જજે પિતાના ચુકાદાને ભૂલભરેલો ગણાવ્યો હતો. વાત ઈન્દીરા ગાંધી સરકાર દ્વારા ૧૯૭૫ માં લાદવામાં આવેલી કટોકટીની છે.કટોકટી કાળમાં લોકોના મૂળભૂત અધિકારોને કચડી નાખવામાં આવ્યાં હતા. ત્યારે સુપ્રીમની પાંચ સભ્યોવાળી એક ખંડપીઠે તેને ટેકો આપ્યો હતો આ બેન્ચમાં જસ્ટીસ વી વાય ચંદ્રચૂડનો પણ સમાવેશ થતો હતો. આજે પિતાના આ ચુકાદાને ફેરવી તોળતાં તેમના જસ્ટીસ પુત્ર ડીવાય ચંદ્રચૂડે ચુકાદામાં લખ્યું કે તે વખતે ચાર જજો દ્વારા જાહેર કરવામાં આવેલો ચૂકાદો ભૂલભરેલો હતો. જીવન અને અઁગત સ્વંતત્રતા જીવનનો મૂભળૂત અધિકાર છે. કોઈ પણ સભ્ય દેશ લોકોના જીવન અને અંગત સ્વતંત્રતા પર તરાપ ન મારી શકે. ગોપનીયતા અધિકારની તરફેણમાં દલીલ કરનાર એક જજે કહ્યું કે એક પુત્ર પિતાના કુખ્યાત ચૂકાદાને સુધારી રહ્યાં છે. આ ચુકાદામાં જસ્ટીસ પુત્રે આગળ કહ્યું કે અંગત સ્વતંત્રતાના અધિકાર પર કોઈ હોલમાર્ક નથી તેથી જ્યારે પણ કોઈ અધિકારનો અમલ કરવામાં આવે છે ત્યારે શું આ હક બંધારણ દ્વારા અપાયો છે કે બંધારણ પહેલાના સમયથી અસ્તિત્વ ધરાવતો હતો તે નક્કી કરવું લગભગ અશક્ય છે. તેમણે આગળ કહ્યું કે આજે સરકાર દ્વારા જીવન કે સ્વતંત્રતાની ભેટ આપવામાં આવી નથી કે નથી બંધારણે આવા હકોનું સર્જન કર્યું છે.
ગોપનીયતા પરના સુપ્રીમના ચુકાદા પર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે સુપ્રીમનો ચુકાદો સરકારની નિરંકૂશ તરાપ અને લોકોની જાસૂસી પર ફટકા સમાન છે. સુપ્રીમના ચુકાદાનું સ્વાગત કરતાં સોનિયાએ કહ્યું કે કોંગ્રેસ અને બીજી વિપક્ષી પાર્ટીઓએ ભાજપના ઘમંડી પ્રયાસોની વિરૂદ્ધ ગોપનીયતાના અધિકાર માટે હમેંશા લડત લડી છે. તો ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગોપનિયતાના અધિકારને મૌલિક અધિકાર તરીકે ગણનાર સુપ્રીમના ચુકાદાને દરેક ભારતીયની જીત ગણાવી છે. આ મુદ્દે ભાજપ પર નિશાન સાધતાં રાહુલે કહ્યું કે સુપ્રીમનો ચુકાદાઓ ફાસીવાદી તાકતોને મોટા ઝટકા સમાન છે. તેમણે કહ્યું કે દેખરેખ દ્વારા દબાણ કરવાની વિચારધારાને નક્કર રીતે રદ કરવામાં આવી છે. રાહુલે કહ્યું કે આ પ્રત્યેક ભારતીયની જીત છે. તેમણે કહ્યું કે સુપ્રીમનો ચુકાદો મોદી સરકાર માટે એક ઝટકા સમાન છે.
સુપ્રીમકોર્ટની ૯ જજોની બંધારણીય બેંચે ગોપનીયતાને મૂળભૂત અધિકાર જાહેર કર્યા
(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
સુપ્રીમકોર્ટની ૯ જજોની બંધારણીય બેંચે ગોપનીયતાના અધિકારને મૂળભૂત અધિકાર જાહેર કર્યું હતંુ. એમણે જણાવ્યું કે, ગોપનીયતાનો અધિકાર બંધારણના અનુચ્છેદ ર૧ પરિપ્રેક્ષ્યમાં આવે છે.
સુપ્રીમકોર્ટમાં સુનાવણીથી લઈ ચુકાદા સુધીની તવારીખ
૭મી જુલાઈ : ત્રણ જજોની બેંચે જણાવ્યું કે, આધારકાર્ડ દ્વારા ઉદ્દભવતો ગોપનીયતાનો અધિકાર મૂળભૂત છે કે નહીં એની સુનાવણી મોટી બેંચને સોંપવી જોઈએ અને એના માટે મુખ્ય ન્યાયાધીશ મોટી બેંચની રચના કરશે. મામલો મુખ્ય ન્યાયાધીશ સમક્ષ પહોંચ્યો અને એમણે પ જજોની બંધારણીય બેંચની રચના કરી.
૧૮મી જુલાઈ : પાંચ જજોની બેંચે નિર્ણય કર્યો કે આના માટે ૯ જોની બેંચની રચના કરવામાં આવે.
૯ જજોની બેંચની રચના કરાઈ જેમાં મુખ્ય ન્યાયાધીશ જે.એસ.ખેહર, જજ જે.ચેલામેશ્વર, એસ.એ.બોબડે, આર.કે.અગ્રવાલ, રોહિંગ્ટન ફાલી નરીમાન, અભય મનોહર સપ્રે, ડી.વાય.ચંદ્રચુડ, સંજય કિશન કૌલ અને એસ.અબ્દુલ નઝીર હતા. જેમણે સુનાવણી કરી ચુકાદો આપ્યો.
૧૯મી જુલાઈ : સુપ્રીમકોર્ટે કહ્યું ગોપનીયતાનો અધિકાર સંપૂર્ણ નહીં હોઈ શકે. એની ઉપર નિમંત્રણ મૂકી શકાય.
કેન્દ્ર સરકારે રજૂઆત કરી ગોપનીયતા મૂળભૂત અધિકાર નથી.
ર૬મી જુલાઈ : કર્ણાટક, પ.બંગાળ, પંજાબ અને પુડ્ડુચેરીએ સુપ્રીમકોર્ટમાં ગોપનીયતાના અધિકારની તરફેણ કરી. કેન્દ્ર સરકારે જણાવ્યું કે ગોપનીયતાનો અધિકાર અમુક શરતો સાથે મૂળભૂત અધિકાર હોઈ શકે.
ર૭મી જુલાઈ : મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમકોર્ટમાં રજૂઆત કરી જણાવ્યું કે ગોપનીયતાનો અધિકાર એ એકલ અધિકાર નથી પણ એ એક ખયાલ છે.
૧લી ઓગસ્ટ : સુપ્રીમકોર્ટે કહ્યું કે ગોપનીય માહિતી જાહેર પોર્ટલ ઉપર મૂકવા માટે અમુક દિશાનિર્દેશો હોવા જોઈએ.
રજી ઓગસ્ટ : સુપ્રીમકોર્ટે જણાવ્યું કે, આજના ડિઝિટલ જમાનામાં ગોપનીયતાની આશા રાખવી વધુ પડતી છે, કોર્ટે ચુકાદો અનામત રાખ્યો.
ર૪મી ઓગસ્ટ : સુપ્રીમકોર્ટે ગોપનીયતાને મૂળભૂત અધિકાર જાહેર કર્યું.