અમદાવાદ, તા.૧૦
આગામી ૧૩ તેમજ ૧૪ સપ્ટેંબરના રોજ અમદાવાદની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ જાપાનના વડાપ્રધાન શિનજો અબેનુ બુધવારે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થયા બાદ ભવ્ય રોડ શોનુ આયોજન કરવામા આવ્યુ છે આ રોડ શો દરમિયાન બંને મહાનુભવોના સ્વાગત માટે વિવિધ સ્થળોએ મળીને કુલ ૫૦ જેટલા સ્ટેજ બનાવવામા આવશે જે પૈકી ૧૨ સ્ટેજ ગુજરાતના હશે તમામ સ્ટેજ ઉપર કલાકારો દ્વારા લાઈવ પર્ફોમન્સ કરવામા આવશે.આ અંગે મળતી માહિતી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શીનજો અબે બુધવારે અમદાવાદ આવી પહોંચશે.આગમન બાદ અમદાવાદ એરપોર્ટ ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામા આવશે.ગાર્ડ ઓફ ઓનરનો કાર્યક્રમ પુરો થયા બાદ બંને મહાનુભાવો ખુલ્લા વાહનમા બેસી નકકી કરવામા આવેલા રૂટ અનુસાર ગાંધીઆશ્રમ પહોંચશે.ગાંધીઆશ્રમ ખાતે સાંજની પ્રાથર્નામા ભાગ લીધા બાદ બંને રિવરફ્રન્ટના માર્ગે લાલદરવાજા ખાતે આવેલી સીદી સૈયદની મસ્જિદ ખાતે પહોંચશે.દરમિયાન માર્ગ પર બંનેના સ્વાગત માટે ઠેર-ઠેર ભવ્ય ૫૦ જેટલા સ્ટેજ બનાવવામા આવશે જ્યા કલાકારો દ્વારા પરંપરાગત લોકનૃત્યો રજુ કરવામા આવશે.જેમા પંજાબના ભાંગડા સહીત અન્ય રાજયોની સાથે ગુજરાતના લોકનૃત્યો પણ રજુ કરવામા આવશે.ગુજરાતના કલાકારોના ૧૨ જેટલા સ્ટેજ બનાવવામા આવશે.સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર,બંને નેતાઓ રિવરફ્રન્ટ ઉપર પણ થોડો સમય પસાર કરી શકે છે સાથે જ શહેરના ઐતિહાસિક એવા લકકડીયા પુલની પણ મુલાકાત લેશે.બંને નેતાઓ સીદી સૈયદની મસ્જિદની મુલાકાત લીધા બાદ હોટલ અગાશીયે ખાતે રાત્રીભોજન લેશે.રાત્રીભોજન દરમિયાન ઔપચારીક વાતચીત કર્યા બાદ જાપાનીઝ વડાપ્રધાન હોટલ હયાત ખાતે રાત્રી રોકાણ માટે રોકાશે.દરમિયયાન આ બંને મહાનુભવોના આગમન અગાઉ મ્યુનિસિપલના વહીવટીતંત્ર તરફથી તમામ તૈયારીઓ પુરી કરી લેવામા આવી છે.તમામ બ્રિજ ઉપરાંત સરકારી ઈમારતોને પણ રોશનીથી શણગારવામા આવી છે.