(એજન્સી) કોલકાતા, તા.ર૪
પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે કેન્દ્ર સરકારના મોદીના શાસન હેઠળ મીડિયા સ્વતંત્ર નથી. આજે દેશમાં સુપર કટોકટી લદાયેલ છે. ઈન્ડિયા ટુડેના સમારોહમાં એમણે કહ્યું કે, અમુક ભાજપના મંત્રીઓએ પણ મને ભૂતકાળમાં પૂછયું હતું કે મોદીની આ પ્રમાણે તીવ્ર આલોચના કેમ કરું છું. પત્રકાર રાજકીય સરદેસાઈએ એમને યાદ કરાવ્યું કે તમે ભારતીય મીડિયાને સ્વતંત્રતા નથી એ પ્રકારે જણાવો છો એ વાત સાચી માની લઈએ તો પછી તમને ઈન્ડિયા ટુડે સાથે મુક્ત રીતે વાતો કરવાની પરવાનગી કઈ રીતે મળી. એનો જવાબ આપતા મમતાએ કહ્યું કારણ કે એમને ખબર નથી કે હું શું કહેવાની શું. તમને પણ ખબર નથી કે હું શું કહેવા માંગું છું. અન્યથા તમને પણ મારી સાથે વાત કરવાની પરવાનગી નહીં અપાઈ હોત. પ્રત્યેક દિવસે, એ જ તમારા વિષયો બાબત નિર્ણય લે છે. એની પણ અમને ખબર છે. બેનરજીએ એ પણ કહ્યું કે, ભારતમાં હવે ફેડરલ સરકાર નથી જે રાજ્યોને સહયોગ આપતી હોય. હાલ દેશમાં સુપર કટોકટીનો સમય વર્તાઈ રહ્યો છે. હાલમાં પ્રત્યેક ઉદ્યોગપતિ ભય હેઠળ છે. એમની ઉપર નિગરાની રાખવામાં આવે છે. એમને કોઈ પણ પ્રકારની સ્વતંત્રતા નથી. ઉદ્યોગો માટે કોઈ અવાજ ઉઠાવતો નથી. મીડિયા હાઉસો પણ કંઈ નથી કહેતા. હું તમને જણાવવા માંગું છું કે એ બે મીડિયા હાઉસને છોડીને બધા જ મીડિયા ઉપર નિગરાની રાખવામાં આવી રહી છે. એમને સૂચનાઓ આપવામાં આવે છે કે શું કરવું છે અને શું નથી કરવું. આ ખૂબ જ દુઃખદ બાબત છે. આ પ્રકારનું અભિમાની વલણ મેં આજ સુધી નથી જોયું.
મોદી તઘલક છે, મીડિયાને સ્વતંત્રતા નથી, સુપર કટોકટી પ્રવર્તે છે : મમતાના વાકબાણ

Recent Comments