(એજન્સી) નવી દિલ્હી, તા.૫
ભારતના નવા વરાયેલા સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે સંરક્ષણ વિશે એક-બે વાતો જાણવાની જરૂર છે. પહેલા તો ભાજપના પ્રવક્તા તરીકે તેમણે વર્ષો સુધી મોદીના ૨૦૦૨ના તોફાનનો બચાવ કર્યો હતો. સંરક્ષણ મંત્રી તરીકે નિર્મલા સીતારમણની પર પસંદગીનો કળશ ઢોળવાનો વડાપ્રધાન મોદીના નિર્ણયને કારણે ઘણાને નવાઈ લાગી છે પરંતુ તેમની પસંદગીનો નિર્ણય કંઈ અચાનક લેવામાં આવ્યો નથી. તેમના પરિવારમાંથી ભાજપમાં કોઈ જોડાયું નથી. અટલ બિહારી વાજપેયીની સરકારે જ્યારે રાષ્ટ્રીય મહિલા પંચના સભ્ય તરીકે તેમની નિયુક્તિ કરી ત્યારથી ભાજપ તરફનો તેમનો ઝૂકાવ વધી ગયો હતો. તેઓ ૨ક્તથી ૨૦૦૫ સુધી આ પંચના સભ્ય રહ્યા હતા. યુપીએ સરકાર આવતા જ તેમને આ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે હૈદરાબાદમાં એક નીતિ સંશોધન કેન્દ્રની શરૂઆત કરી હતી. તેઓ આરએસએસના આર્થિક સંગઠન સાથે પણ જોડાયા હતા સ્વદેશી જાગરણ મંચ. સુષમા સ્વરાજ અને ભાજપના પૂર્વ અધ્યક્ષ અને ગૃહમંત્રી રાજનાથે તેમને ભાજપની રાષ્ટ્રીય કાર્યકારણીના સભ્ય બનવાની ઓફર કરી હતી. સીતારમણે કહ્યું કે મારા પરિવારના સભ્યો અને મિત્રોએ મને આ ઓફર સ્વીકારી લેવા સમજાવી હતી. તેમણે કહ્યું હતું રાષ્ટ્રીય પાર્ટી કંઈ દરરોજ આવી ઓફર આપતી નથી. ત્યારબાદ ૨૦૦૮માં તેમણે ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં સામેલ થયા. ૨૦૧૦માં તેઓ સુષમા સ્વરાજ બાદ ભાજપના બીજા રાષ્ટ્રીય પ્રવક્તા બન્યા હતા. નિર્મલા સીતારમણે વાણિજ્યક મંત્રી તરીકે સારૂં કામ કર્યું હતું. વાણિજ્યક મંત્રીનો હોદ્દો સંભાળી રહેલા નિર્મલા સીતારમણને મહત્ત્વનું સંરક્ષણ મંત્રાલય ફાળવવામાં આવ્યું છે. તેઓ દેશના પહેલાં સંરક્ષણ મંત્રી બન્યા છે. તેઓ જેએનયુના વિદ્યાર્થીની રહી ચૂક્યાં છે. ડોકલામ વિવાદની વચ્ચે તેમણે બ્રિક્સ બેઠક માટે ચીનનો પ્રવાસ ખેડ્યો હતો. ૨૦૧૪માં સત્તા પર આવતાં વડાપ્રધાન મોદીએ નિર્મલા સીતારમણને રાજ્યકક્ષાના વાણિજ્યક મંત્રી બનાવ્યા હતા. ત્યારે તેઓ સાંસદ નહોતા. તેમના સસરા આંધ્રમાં કોંગ્રેસ સરકારમાં ત્રણ વાર મંત્રી રહી ચૂક્યા છે તેમજ તેમના સાસુ ધારાસભ્ય હતા. તેમના પતિ પ્રરાકલા પ્રભાકર આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના સંચાર સલાહકાર છે.
મોદીના ૨૦૦૨ના તોફાનનો બચાવ કરનાર ભારતના સંરક્ષણ મંત્રી બન્યા

Recent Comments