(એજન્સી) મુંબઈ, તા.૧૧
અભિનેતા પ્રકાશ રાજે કઠુઆના બર્બરતાભર્યા ગેંગરેપ અને ૮ વર્ષની બાળકીની હત્યા અંગે કંઈ પણ બોલવાનો ઈન્કાર કરવા બદલ તેમને કાયર ગણાવી આક્રમક પ્રહારો કર્યા હતા. રાજે કહ્યું હતું કે, કઠુઆ ગેંગરેપ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નહીં. કલાકારો પણ સમાજનો ભાગ છે. શું તમે બચ્ચનને કાયર માનો છો ? રાજે કહ્યું કે, હું તેમને માન આપું છું છતાં મને જે લાગ્યું તે કહ્યું છે. પરંતુ હું તેમને આવા સમયે હાથ મિલાવવો મહત્ત્વનું છે. બચ્ચન પક્ષ વિરૂદ્ધ બોલતા નથી. આવી વિચાર પ્રક્રિયા દેશ માટે યોગ્ય નથી. આવી ઘૃણાસ્પદ ઘટના અંગે બચ્ચનને ચિંતા હોય તો તેમણે કહેવું જોઈએ કે હવે આવું બંધ કરે. પત્રકાર બરખા દત્ત સાથેની એક મુલાકાતમાં રાજે કહ્યું કે હું અમિતાભને વિનંતી કરી શકું છું તો મારો હક છે. તેઓ અદ્દભૂત હુંકાર ભરી શકે છે. તેમણે જ્યારે એ કહ્યું કે આ વિશે હું બોલવા માંગતો નથી ત્યારે તે ઘણું જ ખરાબ લાગ્યું. તમારે બોલવું જોઈતું હતું કારણ કે કઠુઆ રેપ કેસ ધર્મ સાથે જોડાયેલ મુદ્દો બની ગયો હતો તેથી કંઈ બોલ્યા નહીં પરંતુ હકીકતમાં એક જૂથના લોકો દ્વારા આ સ્થળ છોડી દેવાની ધમકી હતી જે લોકો તમારી પાર્ટીના હતા તમે તેમની બાજુ ઊભા રહેશો અને તેમના માટે દેખાવો કરશો. પરંતુ આવું થયું નથી. પૂજા ભટ્ટ દ્વારા બોલીવુડના મેઘા સ્ટારની ઝાટકણી કાઢયા બાદ પ્રકાશ રાજ દ્વારા બચ્ચન પર પ્રહારો કરાયા છે. પૂજા ભટ્ટે કહ્યું ફિલ્મ પીન્કમાં અમિતાભ બચ્ચને વકીલની ભૂમિકા ભજવી એકલા હાથે ૩ મહિલાઓને ન્યાય અપાવ્યો ત્યારે યાદ કરાવું છું કે પડદા પરની છાપ ખરેખર વાસ્તવિકતામાં પરિવર્તિત થશે ? અમિતાભ બચ્ચને કઠુઆ ગેંગરેપ મુદ્દો તેમની સામે ન લાવવા પત્રકારોને કહ્યું હતું. આ મુદ્દે ચર્ચા કરવાથી લાગણીઓ દુભાય છે. આવી વાત કરવી પણ ભયાનક લાગે છે. જનતા કા રિપોર્ટર બચ્ચનના આ મુદ્દે મૌનનો તર્ક સમજે છે તેથી તેઓ કોઈ પ્રતિક્રિયા આપતા નથી.