(એજન્સી) મુંબઈ, તા.ર૯
એમએનએસ અધ્યક્ષ રાજ ઠાકરેએ કહ્યું છે કે આગામી ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ હારી શકે છે. એમણે કહ્યંુ કે હાલની પરિસ્થિતિઓ જોતા એ પ્રકારના સંકેતો મળી રહ્યા છે કે શાસક પક્ષ ચૂંટણીઓ હારી શકે છે. ઠાકરેએ કહ્યું કે મોદીની જાહેર સભાઓને જોતા ધ્યાન આપવશે કે મોદીના સંબોધન વખતે ઘણાં બધા લોકો સમૂહમાં સભાસ્થળ છોડી જઈ રહ્યા છે જે ભૂતકાળમાં ક્યારે પણ બનેલ નથી એના દ્વારા પણ સંદેશ મેળવી શકાય છે. ઠાકરેએ કહ્યું કે ર૦૧૪ની લોકસભામાં મોદીની જીતમાં પ૦ ટકા હિસ્સો રાહુલ ગાંધીનો હતો. રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારમાં મોદીની જે રીતે મશ્કરી કરી હતી એની અવળી અસર થઈ જેથી મોદીને ઘણો લાભ થયો. અને બાકીના ૧પ ટકા સોશિયલ મીડિયા, ૧૦-ર૦ ટકા ભાજપના કાર્યકર્તાઓ અને આરએસએસને અને બાકીનો શ્રેય મોદીના અંગત પ્રભાવને આપી શકાય. ઠાકરેની ટિપ્પણી શિવસેના પ્રવક્તા સંજય રાવતની ટિપ્પણી પછી બહાર આવી છે. રાવતે કહ્યું હતું કે મોદીની હવા ધીમી થઈ રહી છે. કોંગ્રેસ ઉપાધયક્ષ રાહુલ ગાંધી પણ દેશનું સૂકાન સંભાળવા સક્ષમ છે. એમને ‘પપ્પુ’ કહી’ સંબોધન ખોટું છે. ‘પપ્પુ’નો અર્થ બાળ બુદ્ધિ ધરાવનાર થાય છે જે હિન્દી ભાષામાં ઘણો પ્રચલિત છે. તેમ છતાંય જો ભાજપ ૧પ૦ બેઠકો મેળવે છે તો એવું માનવામાં આવશે કે આ જાદુ ઈવીએમ મશીનનો છે.