(એજન્સી) તા.પ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૪-૬ જુલાઇ વચ્ચે ઇઝરાયેલની મુલાકાતે ગયા છે. ભારતના ૭૦ વર્ષોના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાન ઇઝરાયેલની મુલાકાતે ગયા છે. તેમની આ મુલાકાતથી આશા છે કે ભારતને અનેક લાભાલાભ થશે. જેમ કે સુરક્ષાની દૃષ્ટિએ, સહયોગની દૃષ્ટિએ, પાણી, ખેતી અને સ્વાસ્થ્ય તેમજ અન્ય મુદ્દાઓ મામલે. નોંધનીય છે કે અગાઉ રપ વર્ષ અગાઉ બંને દેશો વચ્ચે રાજકીય સંબંધોની શરુઆત થઈ હતી. પરંતુ હવે બંને દેશો વચ્ચે ડિપ્લોમેટિક સંબંધો સ્થાપિત થયા છે. ૧૯૪૮માં બ્રિટનથી મુક્ત થયા બાદ હવે ભારતે ઇઝરાયેલ તરફ હાથ આગળ કર્યો છે. ઇઝરાયેલ એ સુરક્ષા ક્ષેત્રે ભારતની મદદ કરનારો બીજો સૌથી મોટો દેશ છે. ચાલો ઇઝરાયેલની ઐતિહાસિક રચના પર એક નજર કરીએ.
યહૂદીઓેએ મોર્ડન ડે ઇઝરાયેલની શરુઆત કરી
પહેલી અને બીજી સદીમાં રોમન અને ઇઝરાયેલીઓ વચ્ચે જોરદાર સંઘર્ષ શરુ થયો હતો ત્યારે યહૂદી સમુદાયને સંપૂર્ણપણે વેરવિખેર કરી દેવામાં આવ્યો હતો. આ સમયે યહૂદીઓના દેશ ઇઝરાયેલ પર ૭૦ એડીમાં રોમને કબજો કરી લીધો હતો. ત્યારથી યહૂદીઓએ પોતાના સ્વતંત્ર ઇઝરાયેલી સ્થાપના માટે ચળવળ શરુ કરી. તે સમયે ઇઝરાયેલ ઓટોમન સત્તાનો ભાગ હતો. ૧૯મી સદીમાં જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલર તરફથી પણ યહૂદીઓ પર તે સમયે તવાઇ આવી હતી. તે સમયે ઇઝરાયેલના લાખો યહૂદીઓની કત્લેઆમ કરી દેવામાં આવી હતી. ઓસ્ટ્રીયન યહૂદી પત્રકાર થિઓડોર હેર્લ્જ કહે છે કે અહીંથી મોડર્ન ડે ઇઝરાયેલ ચળવળની શરુઆત થઇ.
અરબ અને ઇઝરાયેલ વચ્ચની ખેંચતાણ
યહૂદીઓ જ્યારે તેમની ધરતી પર આવ્યા તો તેઓની મુલાકાત અરબી બોલતા પેલેસ્ટીનીઓ સાથે થઇ. તેમણે પેલેસ્ટીનીઓ તરીકે પોતાની ઓળખ ઊભી કરી અને અહીંથી વિવાદની શરુઆત થઈ. બે જૂથમાં લોકો વહેંચાયા. ૧૯૪૭ના બાલ્ફોર સંધિ હેઠળ પેલેસ્ટાઇનના બે ભાગ પડી ગયા. એમાં એક બ્રિટિશરો દ્વારા કબજે કરાયો જ્યારે બીજાને પેલેસ્ટાઇન તરીકે જાહેર કરાયો. ૧૯ર૦થી ૧૯૪૮ સુધી આ માથાકૂટ ચાલી. બ્રિટિશરોના નિયંત્રણ હેઠળ યહૂદી દેશનો જોરદાર વિકાસ થયો. શિક્ષણ, સ્વાસ્થ્ય અને સેવા એવા દરેક ક્ષેત્રો આર્થિક સુધારા થયા. ત્યારબાદ અરબ અને યહૂદી દેશ વચ્ચે અથડામણ ચાલતી રહી. તે સમયે ૧૯૪૭માં અમેરિકાએ દરમિયાનગીરી કરીને બે ભાગ પાડી દીધા. તેમાં પ૬ ટકા ભાગ યહૂદીઓના હાથે ગયો જ્યારે બાકી પેલેસ્ટાઇનના કબજા હેઠળ. યહૂદીઓએ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો જોકે અરબ તેનો વિરોધ કરતો રહ્યો.જે આજ સુધી આ વિવાદનો મૂળ બની ગયો છે. અને આજે પણ પેલેસ્ટીનીઓની કથળેલી સ્થિતિ છે.
ઇઝરાયેલની ખળભળાટ મચાવતી રચના
એક વર્ષ બાદ યુએને પ્રસ્તાવ રજૂ કર્યો કે અરબ દેશોએ સહમતિ દર્શાવી છે.જોકે તેનાથી ઇઝરાયેલનો વિજય થયો અને તેણે બે તૃતીયાંશ ભાગ પર કબ્જો જમાવી લીધો. તેણે વેસ્ટ બેન્ક, ગાઝા સ્ટ્રીપ તથા જેરુસલેમને તાબા હેઠળ લઇ લીધા. અહીંથી વિવાદ શરુ થયો. સાત લાખ જેટલા પેલેસ્ટીનોઓ શરણાર્થી બની ગયા. તેઓ નવા રચાયેલા ઇઝરાયેલના તાબા હેઠળ આવી ગયા અને તે સમયે વડાપ્રધાન ૧૯૪૮માં ડેવિડ ગુરિયન બન્યાં.
જિદ્દી સંઘર્ષ
૧૯૬૭માં ઇજિપ્ત, સીરિયા અને જોર્ડન સાથેની લડાઇમાં ઇઝરાયેલનો વિજય થયો. તે સમયે ઇઝરાયેલે વેસ્ટ બેન્ક, ગાઝા, ઇજિપ્તના સિનાઇ પેનિનસ્યુલા અને સીરિયાના ગોલન હાઇટ્‌સ વિસ્તાર પર કબ્જો જમાવી લીધો. તદઉપરાંત, ત્યારબાદ તેના પછીના વર્ષોમાં અરબ દેશો અને ઇઝરાયેલ વચ્ચે શાંતિ સ્થાપિત થઇ. જ્યારે ઇજિપ્તમાં ૧૯૭૯ અને જોર્ડનમાં ૧૯૯૪માં થઇ. ત્યારબાદ ઇઝરાયેલ પેલેસ્ટાઇન વિવાદની શરુઆત થઇ જેમાં મુખ્ય ભૂમિકા પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશન(૧૯૬૦),હમાસની રચના(૧૯૮૭)એ ભજવી છે. અવારનવાર ઇઝરાયેલીઓ અને પેલેસ્ટીની નાગરિકો વચ્ચે ઘર્ષણ જોવા મળે છે.