(એજન્સી) રાયબરેલી, તા. ૨૪
સંસદીય વિસ્તાર અમેઠીની મુલાકાત બાદ રાયબરેલી પહોંચેલા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, અમે લોનમાફીનો વાયદો કર્યો હતો અને સરકાર બનતા પુરો કર્યો. હું મોદીની જેમ જુઠ્ઠું બોલતો નથી. સભાને સંબોધતા તેમણે કહ્યું કે, અમેઠીમાં બનનારા ફૂડપાર્ક પીએમ મોદીને કારણે રોકાઇ ગયું છે એ વાતનું આશ્વાસન આપું છું કે, તેના કામને પુરૂં કરીશ. આ પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, અમે ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીની વિચારધારા માટે લડીશું. યુપીના યુવાઓ અને ખેડૂતોને જે જોઇએ તે કોંગ્રેસ આપશે.