(એજન્સી) નવી દિલ્હી, તા. ૭
શા માટે ભારતે મોદીની મ્યાનમાર મુલાકાત ટાણે રોહિગ્યા મુસ્લિમોનો મુદ્દો ન ઉઠાવ્યો તે સવાલ ખડો થઈ રહ્યો છે. મોદીની મ્યાનમાર મુલાકાત ટાણે તેમણે ભારતમાંના રોહિગ્યા મુસ્લિમોનો કોઈ વાત ન કરી હતી. ઘણા લોકોને એવું લાગી રહ્યું છે કે ભારતે રોહિગ્યા મુસ્લિમો વતી કોઈ કામ કર્યું નથી. મોદીએ મંગળવારે મ્યાનમારના રાષ્ટ્રપતિ યૂ હટિન સાથે મુલાકાત કરી હતી. આ પહેલા વડાપ્રધાન મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની મંત્રણા ફળદાયી રહી હતી. બન્ને દેશોના નેતાઓ સંબંધોને સાચા પાટે લઈ જવાની વાતે સંમત થયાં હતા.મોદીના બ્રિક્સ બેઠકને સફળ ગણવામાં આવી રહી છે. જ્યાં તેમણે પાકિસ્તાન સમર્થિત આતંકવાદ પર આંગળી ઉઠાવી હતી. પીએમ મોદીની મ્યાનમારની આ બીજી મુલાકાત છે. મોદીએ મંગળવારે મ્યાનમારના રાષ્ટ્રપતિ યૂ હટિન સાથે મુલાકાત કરી હતી. તેમના નિમંત્રણને માન આપીને મોદી અહિં આવ્યાં છે. મોદીએ બુધવારે મ્યાનમારની સ્ટેટ કાઉન્સિલ આંગ સાન સૂ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. વડાપ્રધાન મોદીએ યૂંગુનમાં જઈને ભારતના છેલ્લા મોગલ શાસક બહાદુરશાહ ઝફરની મજારના દર્શને ગયાં હતા. પરંતુ આ બધાની વચ્ચે મોદીએ ક્યાંય પણ મ્યાનમારના લઘુમતી સમાજ રોહિગ્યાનો મુદ્દો ઉઠાવ્યો નહોતો. ઉલ્લેખનીય છે કે ૨૫ ઓગસ્ટ ૨૦૧૭ ના રોજ એક હુમલાને કારણે લશ્કરે રોહિંગ્યા મુસ્લિમો પર હુમલાઓ કરવાનુ ચાલુ કર્યું હતું જેને પરિણામે લાખો મુસ્લિમો ત્યાંથી ભાગી નીકળ્યાં હતા અને જુદાજુદા દેશમાં શરણ લેવા લાગ્યાં હતા.