(એજન્સી) તા.૨૭
૪ કરોડ ઘરોને વીજળી જોડાણ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલ નવી યોજના મૂળભૂત રીતે યુપીએ સરકારની રાજીવ ગાંંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના (આરજીજીવીવાય)નું રિપેકેજીંગ છે જેની પાછળનો મકસદ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પૂર્વે એનડીએ માટે નવી વોટ બેંક ઊભી કરવાનો છે. આરજીજીવાય હવે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના (ડીડીયુજીજેવાય)ના નવા નામે રજૂ કરવામાં આવી રહી છે જે ગરીબી રેખા નીચે જીવતા લોકોને વિનામૂલ્યે વીજ કનેક્શન પૂરા પાડે છે. પ્રધાનમંત્રી સહજ બીજલી હર ઘર યોજના (સૌભાગ્ય) પણ આ પ્રકારની જ યોજના છે. આરજીજીવાય અને સૌભાગ્ય યોજના વચ્ચે એક માત્ર તફાવત એ છે કે સૌભાગ્ય વિનામૂલ્યે વીજ કનેક્શનના લાભાર્થીઓને ઓળખી કાઢવા ૨૦૧૧ના સોશિયો ઇકોનેમિક એન્ડ કાસ્ટ સેન્સર્સ ૨૦૧૧ના ડેટા પર નિર્ભર રહેશે. પરંતુ આ યોજનામાં સફળતા મળે તેવી બહુ મોટી આશા નથી કારણ કે ગામડાના લોકો જો તેમને વિનામૂલ્યે જ કનેક્શન આપવામાં આવશે તો જ વીજ કનેક્શન મેળવવામાં તૈયાર થશે. પુરાવા એવું દર્શાવે છે કે ગ્રામીણ લોકોને મીટર રીડિંગ પ્રમાણે નહીં પરંતુ ફીક્સ્ડ બિલ ભરવાની સુવિધા મળે તો જ તેઓ વીજ જોડાણ લેવા તૈયાર થશે. જ્યારે નવી યોજના હેઠળ ગ્રાહકોએ વીજળી વપરાશનું બિલ મીટર રીડિંગ પ્રમાણે ભરવું પડશે. આ યોજના હેઠળ ગરીબ લોકો વિનામૂલ્યે વીજ જોડાણ મેળવી શકશે. જ્યારે અન્યો પાસે રૂા.૫૦૦ ચાર્જ કરવામાં આવશે જે ૧૦ સપ્તાહમાં ચૂકવી શકાશે. લોકોને વીજળીના તગડા બિલો આવશે એવી દહેશત હોય છે અને તેથી તેઓ નવા વીજ જોડાણો લેતાં ખચકાય છે.