(એજન્સી) તા.૩૦
રશિયન ટેલિવિઝન નેટવર્ક (આરટી)એ તેના રિપોર્ટમાં દાવો કર્યો છે કે મોદી દ્વારા ભ્રષ્ટાચાર અટકાવવા અને આતંકવાદ રોકવા માટે જે રીતે નોટબંધી કરવામાં આવી તેનાથી આફત આવી ગઇ છે. નોટબંધી કરાયા બાદ બેન્કોમાં લગભગ ૯૯ ટકાથી વધુ નોટો પરત આવી ગઇ હતી. ભારતીય નાગરિકોએ તમામ રૂપિયા બેન્કોમાં પાછા જમાવી કરાવી દીધા એનો મતલબ તો એ તો થયો કે નોટબંધી નિષ્ફળ ગઇ અને તેનો કોઇ મોટો ફાયદો થયો નથી. રશિયન ટીવીએ જણાવ્યું કે બ્લૂમબર્ગ અનુસાર મોદીનું એક મોટું પગલું સૌથી ખરાબ પગલું સાબિત થયું. જેવો મોદી દાવો કરી રહ્યાં હતા તેનાથી આ સૌથી વિરુદ્ધ જ ગયું છે. મોદીના તમામ દાવા ખોટા સાબિત થયા છે. કાળા નાણાંને રોકવાને તેમનો લક્ષ્યાંક તદ્દન નિષ્ફળ ગયો છે. જોકે આતંકવાદ મામલે પણ નોટબંધીની એવી કોઇ ખાસ અસર જોવા મળી નથી. તમને જણાવી શકીએ કે નોટબંધીને કારણે ભારતને કયા કયા નુકસાન થયા છે. જેમાં એક છે કે પ મિલિયનથી વધુ લોકોની નોકરી જતી રહી છે. બીજુ વિકાસ મંદ પડી ગયો છે. ત્રીજું એ કે ઘણા સમયથી સેંકડો નાના ઉદ્યમો અને બિઝનેસમેનો પાયામાલ બન્યા છે અને તેમને વર્કિંગ કેપિટલ માટે વલખાં મારવા પડી રહ્યાં છે. ચોથું, ઘણાં એવા લોકો પણ છે કે જે તેમનો બિઝનેસ જ ગુમાવી ચૂક્યા છે. પાંચમું એ કે ખેતીના ભાવમાં જોરદાર કડાકો જોવા મળ્યો છે. બે ખરબનું અર્થતંત્ર નોટબંધી બાદથી જાણે પડી ભાંગ્યું છે.