(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૩
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એકવાર પીએમ મોદીની શંકાસ્પદ શૈક્ષણિક લાયકાત અંગે પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન મોદીના ‘ગટર ગેસ’ અંગે વાઇરલ થયેલા વીડિયો અંગે કેજરીવાલે ટિ્‌વટ કરી હતી કે, ‘‘તેથી જ કહેવાય છે કે, દેશના વડાપ્રધાન શિક્ષિત વ્યક્તિ હોવા જોઇએ’’. ટિ્‌વટર યુઝર નિખિલ દ્વારા પોસ્ટ કરાયેલા એક વાઇરલ થયેલા વીડિયોમાં મોદી કેવી રીતે ચા વેચનારાએ ગટરમાંથી બહાર આવતા ગેસનો ઉપયોગ તેણે ચા બનાવવા માટે કર્યો અને પોતાનો ધંધો ચલાવ્યો તેનું મહત્વ દર્શાવી રહ્યા હતા. આ અંગે મોદી એમ પણ કહેતા સાંભળવા મળે છે કે, આ સામાન્ય ટેકનોલોજી છે. નિખિલે પોતાના ટિ્‌વટમાં માર્મિકપણે લખ્યું કે, આ વ્યક્તિ કોઇ લેખિત પત્ર વિના બોલી રહી છે અને તે હવે પોતાની પોગો ચેનલ ચાલુ કરી શકે છે. નિખિલ સાથે ત્યારબાદ મોદીના ગટર ગેસના આઇડિયાની મજાક કરવામાં પત્રકારો પણ જોડાયા હતા. પત્રકાર શાહીદ સિદ્દીકીએ લખ્યું કે, ‘‘ઓહ માય ગોડ, કેવો સરસ આઇડિયા છે. હવે મને ખબર પડી કે તેઓ આટલા મહાન નેતા શા માટે છે. દેશ માટે ગટર ઇકોનોમી/ ગટર નોકરીઓ/ ગટર આઇડિયા’’. પત્રકાર સાગરિકાએ લખ્યું કે, ‘આશ્ચર્યજનક વૈજ્ઞાનિક ઉપલબ્ધી ! શું પશ્ચિમના વૈજ્ઞાનિકોએ અત્યારસુધી આ શોધ કરી છે ?’’ બીજી તરફ કોમેડિયન કુનાલ કર્માએ પોતાના વીડિયો દ્વારા મોદીની ટીખળ કરી હતી ‘‘ગેસ આપવા બદલ તમારો આભાર મોદીજી’’. ઉલ્લેખનીય છે કે મોદીની ડિગ્રી વિવાદોમાં ઘેરાયેલી છે. એક તરફ તેમનો પક્ષ કહે છે કે, મોદીએ દિલ્હી યુનિવર્સિટીમાંથી બીએ પાસ કર્યું છે પણ તેઓ પોતાના યોગ્ય સાબિત કરવા પુરતા પુરાવા આપવામાં નિષ્ફળ રહ્યા છે. મુખ્ય ચૂંટણી પંચે યુનિવર્સિટીની અંગત બાબતો જાહેર કરવાનો ઇન્કાર કરી દીધો છે અને જણાવ્યું છે.